મરાઠા આંદોલન | ચાલીસ બસોને ગુજરાત બોર્ડર પર અટકાવાઇ

મરાઠા આંદોલન | ચાલીસ બસોને ગુજરાત બોર્ડર પર અટકાવાઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:11 AM IST
સુરત | મરાઠા સંગઠનોના મહારાષ્ટ્ર બંધના એલાનને પગલે ગુરુવારે ગુજરાતની એસટી બસો મહારાષ્ટ્ર મોકલવામાં આવી ન હતી.સુરત ડિવિઝનની 40 જેટલી બસોને ગુજરાતની બોર્ડર સુધી જ દોડાવવામાં આવી હતી. બંધને પગલે મહારાષ્ટ્ર નિગમની બસો પણ આવી શકી ન હતી.પરિવહન અધિકારી ડી.એન.રાંજીયાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર જતી 40 બસોને સાપુતારા,નિઝર અને સોનગઢ સુધી જ દોડાવવામાં આવી હતી. સાવચેતીના પગલાં રૂપે બસોને મહારાષ્ટ્ર લઇ જવાય ન હતી.શુક્રવારથી બસોને મહારાષ્ટ્ર લઇ જવી કે નહિ એ બાબતે મહારાષ્ટ્રનીસ્થિતિ બાબતે જાણકારી લઇ નિર્ણય લેવાશે. ફેરા ટૂંકાવી દેવાતા નિગમને લાખો રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

X
મરાઠા આંદોલન | ચાલીસ બસોને ગુજરાત બોર્ડર પર અટકાવાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી