સુરતથી લખનઉ અને વારાણસી માટે ઈન્ડિગો ફ્લાઇટ શરૂ કરશે

એરપોર્ટ |6 શહેરો બાદ નવા ડેસ્ટિનેશનની તૈયારી ચીફ કમર્શિયલ ઓફિસર વિલિયમે માહિતી આપી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:11 AM
સુરતથી લખનઉ અને વારાણસી માટે ઈન્ડિગો ફ્લાઇટ શરૂ કરશે
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર |સુરત

16 ઓગસ્ટથી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા એક સાથે 6 શહેરો માટેની 7 ફલાઇટ શરુ કરાશે. બીજા તબક્કામાં સુરતથી લખનઉ અને વારાણસીની ફલાઇટ શરૂ કરવા તૈયારીઓ કરાઇ રહી છે. ગુરુવારે ઇન્ડિગોના ચીફ કોમર્શિયલ ઓફિસર વિલિયમ બાઉલ્ડરે સુરતમાં જણાવ્યું હતું કે ઈન્ડિગોએ સુરતને પોતાનું 56મું ડેસ્ટિનેશન બનાવ્યું છે. હાલ પ્રથમ ચરણમાં 7 ફ્લાઇટ શરુ કરવા જઈ રહ્યા છીએ. આ ફલાઇટોના પ્રતિસાદ અને પબ્લિક ટ્રાફિક જોઈને નવા ડેસ્ટિનેશન માટે નજીકના ભવિષ્યમાં ફલાઇટ શરુ કરીશું. સંભવત હવે પછીના તબકકામાં ઈન્ડિગો લખનઉ અને વારાણસી માટે ફલાઇટ શરૂ કરી શકે છે.

6 મહિનામાં ઈન્ડિગોના 15 નવા એરક્રાફ્ટ મળી શકે છે

ઈન્ડિગો આગામી 6 મહિનામાં 15 નવા એરક્રાફ્ટ ખરીદશે. ઇન્ડિગોના સીસીઓએ જણાવ્યું હતું કે નવા એરક્રાફ્ટ આવ્યા બાદ નેટવર્ક પ્લાનિંગ ટીમ નક્કી કરશે કે કયા નવા રૂટો પર એરક્રાફ્ટને સંચાલિત કરવામાં આવે.

1999ના ભાડા સાથે બુકિંગ શરૂ

ઈન્ડિગોએ સુરતથી 6 શહેરો માટે રૂપિયા 1999ના ભાડા સાથે બુકીંગ ઓપન કર્યું છે. દિલ્લી,મુંબઈ,બેંગ્લુરુ ,હૈદરાબાદ,ગોવા અને જયપુર માટે 16મી ઓગસ્ટથી તો, જયારે કોલકાતા માટે 1 સપ્ટેમ્બરથી ફલાઇટ શરુ કરાશે.

X
સુરતથી લખનઉ અને વારાણસી માટે ઈન્ડિગો ફ્લાઇટ શરૂ કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App