વિદ્યાર્થીઓને પડેલી તકલીફ બદલ માફી માંગીએ છીએ: પ્રવેશ સમિતિ

યુનિવર્સિટી | ડિસેન્ટ્રલાઇઝ પ્રવેશથી વિદ્યાર્થીઓ પરેશાન પૂરકમાં પાસ વિદ્યાર્થીઓ માટે 11-13 ઓગસ્ટમાં રાઉન્ડ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:11 AM
વિદ્યાર્થીઓને પડેલી તકલીફ બદલ માફી માંગીએ છીએ: પ્રવેશ સમિતિ
વીએનએસજીયુમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની પ્રવેશ પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમથી ચાલતી હોવાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. આ મામલે પ્રવેશ સમિતિએ કહ્યું હતું કે, ‘અમારી ક્ષતિના કારણે વિદ્યાર્થી- વાલીને તકલીફ પડી હોય તો તેના માટે અમે માફી માંગીએ છીએ.

ગુરુવારે પત્રકાર પરિષદમાં પ્રવેશ સમિતિના સભ્ય મયૂર ચૌહાણે જણાવ્યું હતું કે, શહેરની કોલેજોની 90% અને જિલ્લાની 75 % જેટલી બેઠક ભરાઈ છે. તેમ જ પ્રવેશ સમિતિ પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માટે 11થી 13 ઓગસ્ટ દરમિયાન રાઉન્ડ શરૂ કરી રહી છે. જેમાં આ વખતે પ્રવેશવંચિત વિદ્યાર્થીઓને પણ અમે પ્રવેશ આપીશું. ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમને પગલે આ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ દોડતાં જોવા મળ્યા હતા. જોકે, અમારી કોઈ ક્ષતિને લઈ વિદ્યાર્થી કે વાલીઓને તકલીફ પડી હોય તો અને માફી માંગીએ છે. હતો.

યુજીમાં 14,871, પીજીમાં 9,669 વિદ્યાર્થી પ્રવેશ વંચિત!

કોર્ષ નોંધાયેલા બેઠક ભરાઈ

સ્નાતક 48,778 47,618 33,907

અનુસ્નાતક 14,810 08,551 05,141

યુજીમાં 14,871 અને પીજીમાં 9,669 વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

X
વિદ્યાર્થીઓને પડેલી તકલીફ બદલ માફી માંગીએ છીએ: પ્રવેશ સમિતિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App