હાઇકોર્ટના આદેશ બાદ સુરક્ષા સાથે બેટરી કાર સેવા શરૂ કરાઇ

રેલવે |કુલીઓના વિરોધથી મામલો હાઇકોર્ટમાં ગયો હતો સ્ટેશનના પાર્કિંગથી ટ્રેનના કોચ સુધી કાર મારફતે જવાશે ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:11 AM
હાઇકોર્ટના આદેશ બાદ સુરક્ષા સાથે બેટરી કાર સેવા શરૂ કરાઇ
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|સુરત

કુલીઓના વિરોધને પગલે અટકી પડેલી બેટરી કાર સેવા ગુરુવારથી ફરી શરુ કરાઇ હતી.બેટરી કાર સંચાલન મામલે સુરક્ષા આપવાના હાઇકોર્ટના આદેશ બાદ આ સેવા સુરક્ષા સાથે ફરી શરુ કરવામાં આવી છે.ગત અઠવાડીયે કાર સેવા સંચાલક અને સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટરની એક બેઠક થઇ હતી જેમાં બેટરી કાર સેવા શરુ કરવા સુરક્ષા આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ગુરુવારથી સેવા શરૂ કરાઇ હતી. કોઈ પણ ભોગે બેટરી કાર શરુ થવા દેવા ન માંગતા કુલીઓએ બેટરી કારના ડ્રાઈવર અને મેનેજર પર હુમલો કરી બેટરી કારને નુકસાન પણ પહોંચાડ્યું હતું .ઘટના બાદ કાર સંચાલકે સુરક્ષા વગર કાર સેવા શરૂ નહિ કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે એક પિટિશન પર ચુકાદો આપતા હાઇકોર્ટે બેટરી કાર સેવા શરુ કરવા રેલવેને સુરક્ષા આપવા જણાવ્યું હતું જેને પગલે ગુરુવારથી કાર સેવા શરુ કરવાની સંચાલકે ફરી હિમ્મત કરી છે.

કારની સુિવધા લેવા વ્યક્તિ દીઠ 30 રૂપિયા ચૂકવવા પડશે

ગુરુવારથી શરુ કરવામાં આવેલી બેટરી કાર સેવાનો લાભ લેવા માટે વ્યક્તિ દીઠ 30 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને લગેજ માટે અલગથી 20 રૂપિયા ચૂકવવાના રહેશે. કારની ક્ષમતા એક સાથે 5 મુસાફરોને લઇ જવાની છે.

X
હાઇકોર્ટના આદેશ બાદ સુરક્ષા સાથે બેટરી કાર સેવા શરૂ કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App