• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • 80 ટકા માર્કેટ્સમાં પાર્કિંગ નથી અને જ્યાં છે ત્યાં પણ રસ્તા પર દબાણનું કારણ પાર્કિંગ ચાર્જ છે

80 ટકા માર્કેટ્સમાં પાર્કિંગ નથી અને જ્યાં છે ત્યાં પણ રસ્તા પર દબાણનું કારણ પાર્કિંગ ચાર્જ છે

બિઝનેસ રિપોર્ટર|સુરત : રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં મોટું કારણ પાર્કિંગનો અભાવ છે....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:11 AM
80 ટકા માર્કેટ્સમાં પાર્કિંગ નથી અને જ્યાં છે ત્યાં પણ રસ્તા પર દબાણનું કારણ પાર્કિંગ ચાર્જ છે
બિઝનેસ રિપોર્ટર|સુરત : રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં મોટું કારણ પાર્કિંગનો અભાવ છે. જ્યાં પાર્કિંગ છે ત્યાં પણ ચાર્જ વસુલાતો હોવાથી વાહનો રોડ પર પાર્ક થાય છે. માર્કેટોના પ્રમુખોની દલીલ છે કે જો ચાર્જ ન લે તો પાર્કિંગમાં વાહનોનો ભરાવો થઇ જાય પરંતુ પ્રશ્ન એ છે કે રસ્તા પર થાય છે તેનું શુંω આ હકીકત દિવ્યભાસ્કરની ટીમે રિંગરોડની મોટી માર્કેટોમાં સર્વે હાથ ધરતા બહાર આવ્યું છે. ટેમ્પો-ટ્રક એસોસિએશન દ્વારા 13મી ઓગષ્ટથી માર્કેટ વિસ્તારમાં ગ્રે કાપડની ડિલીવરી બંધ કરી દેવાની ચીમકી સાથે તમામ માર્કેટમાં પાર્કિગ ફ્રી કરવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જેને પગલે બુધવારે ટ્રાફિક પોલીસ શાખા દ્વારા 45 ટેક્સટાઇલ માર્કેટને નોટીસ આપી પાર્કિંગ ચાર્જ વસુલવાનું કારણ માંગ્યું હતું.

દિવ્ય ભાસ્કરે મોટી માર્કેટોમાં કરેલા સર્વેમાં હકીકત બહાર આવી કે રઘુકુળ માર્કેટમાં ચાર્જ નથી, વધુ સમય વાહનો રહે તો દંડ કરાય છે, બીજી માર્કેટોમાં કેમ અમલ ન કરી શકાય

કોઈ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી, જ્યાં છે ત્યાં પણ ફી લેવાતી હોઈ દબાણ થઇ રહ્યું છે

મિલેનિયમ માર્કેટ | 3000 દુકાનો

પાર્કિંગની પૂરતી વ્યવસ્થા છતાં માર્કેટના ગેટ પર જ ટ્રક-ટેમ્પો પાર્ક થાય છે

આ અંગે માર્કેટના ધર્મેશ સેજલીયાએ જ્ણાવ્યું હતું કે, એસએમસીની જોગવાઇ કરતાં વધુ પાર્કિંગની જગ્યા છે. જાતે આવીને ચેક કરી જાઓ તેમ જણાવી ફોન કાપી નાંખ્યો હતો.

મનીષ માર્કેટ | દુકાનો-150

પાર્કિંગની વ્યવસ્થા નથી

રિંગરોડની મનીષ માર્કેટના પ્રમુખ ધર્માત્મા ત્રિપાઠીએ કહ્યું કે રીટેઇલની મોટાભાગની દુકાનો છે. જુની માર્કેટ છે માટે પાર્કિંગની વ્યવસ્થા નથી. ટેમ્પોવાળા સમયસર નીકળતા ન હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

મોટી માર્કેટોની દાદાગીરી : પાર્કિંગમાં ભરાવો ન થાય એ માટે ચાર્જ વસૂલે છે, રસ્તા પર થતા દબાણની કોઈને પડી નથી

રાધાકૃષ્ણ માર્કેટ | 500થી વધુ દુકાનો

પાર્કિંગની વ્યવસ્થા-4000થી વધુ ટુ, ફોર વ્હીલર તથા 100 ટ્રક માટેનું પાર્કિંગ

રાધાકૃષ્ણ માર્કેટના અગ્રણી જયલાલના જણાવ્યાનુસાર, 1500 વેપારીઓ માર્કેટ સાથે સંકળાયેલા છે. 4000 ટુ અને ફોર વ્હીલર ગાડી માટે પાર્કિગ તથા 100 જેટલી ટ્રક ઉભી રહી શકે તેટલી મોટી પાર્કિંગની વ્યવસ્થા છે. પરંતુ ચાર્જની વસુલાતને લઇને માર્કેટમાં કેટલાંક વાહનો પાર્ક થતાં નથી.

જે. જે માર્કેટ | 500 દુકાનો

પાર્કિંગ પૂરતા પ્રમાણમાં છે.

માર્કેટના પ્રમુખ મહેન્દ્ર જુલેજાના જણાવ્યાનુસાર, પાર્કિંગની સ્પેસ પૂરતા પ્રમાણમાં હોય છે. ચાર્જીસ વસુલવામાં આવે છે. ચાર્જીસથી બચવા માટે રસ્તા પર ટેમ્પો-ટ્રક પાર્ક થાય છે.

ગુડલક માર્કેટ | 250 દુકાનો

પાર્કિંગની વ્યવસ્થા છે

આ અંગે માર્કેટના ગોપાલચંદ માલુના જ્ણાવ્યાનુસાર, પાર્કિંગ ચાર્જના કારણે મોટાભાગના ટેમ્પો-ટ્રકવાળા બહાર ગાડી પાર્ક કરે છે. રૂ.10નો ચાર્જ હોઇ તે પણ નિયત સમય માટે હોઇ છે. નિયત સમયનું પાલન કરવામાં આવતું નથી. માટે ચાર્જની રકમમાં વધારો વસુલાય છે.

એસો.ની દલીલ

ગ્રે-ફિનિશ્ડ કાપડ ડીલીવરી એસોસિએશનના પ્રમુખ સંજય પાટીલના જ્ણાવ્યાનુસાર, રઘુકુળ માર્કેટમાં પાર્કિંગની પૂરી વ્યવસ્થા છે. ત્યાં પાર્કિગ ફ્રીમાં થાય છે. ટેમ્પો માર્કેટમાં પ્રવેશે એટલે તેનો નિયત સમયનો ગેટ પાસ તૈયાર થાય છે. નિયત સમયમાં ટેમ્પો ખાલી થઇને માર્કેટમાંથી એક્ઝિટ નહી કરે તો દંડની વસુલાત થાય છે.બીજી જગ્યાએ પણ આવી વ્યવસ્થા થવી જોઇએ. નાના ટેમ્પો માટે 1 કલાક અને મોટી ગાડી માટે 2 કલાકનો સમય આપવો જોઇએ.

આમને

વેપારીની દલીલ

માર્કેટમાં ટેમ્પો-ટ્રકના પાર્કિગ માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાઇ નથી. માટે જો પાર્કિંગ ચાર્જ નહી વસુલાય તો તેઓ મોટાભાગે ગાડીમાં જ ખાતા-પીતા હોય છે. તેમાં પણ કેટલાંક તોફાની તત્વો એવા છે કે વોચમેનને રૂપિયા આપી લાંબાં સમય સુધી ગાડી પાર્ક કરી રાખે છે અને ત્યાં જ સુઇ જાય છે. તંત્રએ ટેમ્પો-ટ્રકના પાર્કિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઇએ. આમ જો તંત્ર આ મુદ્દે યોગ્ય વ્યવસ્થા કરે તો માર્કેટ વિસ્તારમાં દબાણનો પ્રશ્ન જ નહીં રહે.

સામને

સીપીએ કહ્યું, માર્કેટમાં પાર્કિંગ ફ્રી કરો, ફોસ્ટાએ કહ્યું, 1 કલાક માટે વિચારીશું

સુરત : પાર્કિગ ફ્રી નહી આપવા પોલીસે રીંગરોડ વિસ્તારની વિવિધ માર્કેટને નોટીસ ફટકારતાં વેપારી વર્ગમાં ફફડાટ ફેલાઇ હતી. જેને લઇને ફોસ્ટાનું પ્રતિનિધિ મંડળ પોતાની રજુઆત સાથે પોલીસ કમિશ્નરને મળવા ગયા હતા. પોલીસ કમિશ્નરે માર્કેટમાં પાર્કીગ ફ્રી આપવા સૂચન કર્યું છે. જેને લઇને આજે શુક્રવારે ફોસ્ટા માર્કેટના વેપારીઓ સાથે 1 કલાક પાર્કિગ ફ્રી આપવા ચર્ચા કરશે.

ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલના જ્ણાવ્યાનુસાર, 70 ટકા માર્કેટમાં પાર્કિગની વ્યવસ્થા નથી.કેટલાંક ટ્રાન્સપોટર્સ માર્કેટના પાર્કિગનો લાભ લઇ ત્યાં પોતાના વાહનો પાર્ક કરી અન્ય માર્કેટમાં મજુરો મારફતે માલની ડિલીવરી કરે છે.

દબાણ હટાવ ઝુંબેશ (વાંચો પેજ નં.7)

80 ટકા માર્કેટ્સમાં પાર્કિંગ નથી અને જ્યાં છે ત્યાં પણ રસ્તા પર દબાણનું કારણ પાર્કિંગ ચાર્જ છે
X
80 ટકા માર્કેટ્સમાં પાર્કિંગ નથી અને જ્યાં છે ત્યાં પણ રસ્તા પર દબાણનું કારણ પાર્કિંગ ચાર્જ છે
80 ટકા માર્કેટ્સમાં પાર્કિંગ નથી અને જ્યાં છે ત્યાં પણ રસ્તા પર દબાણનું કારણ પાર્કિંગ ચાર્જ છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App