12 હજાર ઘરે જઈ પોલીસે ફોટો બતાવ્યો પણ ઓળખ થઈ નહીં

નજીકની જ કોઈ વ્યક્તિએ હત્યા કર્યાની શંકા રાખી પોલીસે એ દિશામાં તપાસ કેન્દ્રિત કરી, આઠ ટીમો બનાવી ઘરે ઘરે તપાસ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:11 AM
12 હજાર ઘરે જઈ પોલીસે ફોટો બતાવ્યો પણ ઓળખ થઈ નહીં
પાંડેસરાના વડોદ વિસ્તારમાંથી 4 વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી તેની ઓળખ કરવાના ભાગરૂપે પોલીસની અલગ અલગ 8 ટીમોના 100 જેટલા કર્મચારીઓ ઘરે ઘરે ફરી રહ્યા છે. બે દિવસમાં 12,000 ઘરોમાં ફોટો બતાવી ઓળખના પ્રયાસો કર્યા હતા પણ તેમાં નિષ્ફળતા સાંપડી હતી. બાળકીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઘટનાના ત્રણ દિવસ છતાં હજુ સુધી કોઈ પોલીસ સુધી પહોંચ્યું નથી. પોલીસને શંકા છે કે બાળકીની હત્યા તેના અત્યંત નજીકના વ્યક્તિએ જ કરી હોવી જોઈએ. એટલે કે કાં તો માતાએ અથવા પિતાએ કરી હોવી જોઇએ. આ મુદ્દે પણ પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. તો બાળકીની લાશ પરથી નવાં કપડાં મળ્યાં છે.

મને જાણતા હોય તો પોલીસને જણાવો

પાંડેસરા માસૂમ હત્યાકાંડ

વેસુમાં યુવાનની લાશ મળી તેની સાથે DNA મેચ કરાશે

અઠવાડિયા પૂર્વે વેસુની કેનાલ નજીકથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ લાશની પણ ઓળખ હજુ સુધી થઈ નથી. તેવા સંજોગોમાં આ યુવાન અને બાળકી વચ્ચે કોઈ સંબંધ છચે કે કેમω એ સ્પષ્ટ કરવા પોલીસ બન્નેના ડીએનએ ટેસ્ટ કરાવશે. તેમ નાયબ પોલીસ કમિશનર બી.આર. પાંડોરે કહ્યું હતું.

X
12 હજાર ઘરે જઈ પોલીસે ફોટો બતાવ્યો પણ ઓળખ થઈ નહીં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App