કાપોદ્રામાં રિક્ષા પલટી ખાઇ જતાં મહિલાનું મોત નીપજ્યું

કાપોદ્રામાં રિક્ષા પલટી ખાઇ જતાં મહિલાનું મોત નીપજ્યું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:11 AM IST
કાપોદ્રામાં પી.પી.સવાણી હોસ્પિટલની સામે રિક્ષા પલટી ખાઈ જતા ગંભીર રીતે ઘવાયેલી ત્યકતા મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના રહેવાસી માયાબેન ભુપતભાઈ કાલાવડીયા(30)ના પહેલા પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ તેમણે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેમની સાથે બીજા લગ્ન કરનાર આકાશ નામના યુવકે પણ અન્ય યુવતી સાથે સંબંધ બાંધી તેમને તરછોડી દીધા હતા. જેથી તેઓ ગુજરાન માટે 10 દિવસ અગાઉ સુરત આવ્યા હતા. બુધવારે તેમને વતન જવાનું હોવાથી તેઓ રિક્ષામાં બેસી કાપોદ્રા ખાતે રહેતા સંબંધીને ત્યાં રૂપિયા લેવા માટે જતા હતા. દરમિયાન કાપોદ્રા પી.પી.સવાણી હોસ્પિટલની સામે અચાનક રિક્ષા પલટી ખાઈ જતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું ગુરુવારે સવારે મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
કાપોદ્રામાં રિક્ષા પલટી ખાઇ જતાં મહિલાનું મોત નીપજ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી