• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિન્થેટિક ડાયમંડ માટે બીજો શબ્દ ઉપયોગ કરવા ઉત્પાદકોની માગ

સિન્થેટિક ડાયમંડ માટે બીજો શબ્દ ઉપયોગ કરવા ઉત્પાદકોની માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેલ્જીયમના ધ ડાયમંડ પ્રોડ્યુસર એસોસિએશનને એફટીસીની હીરા સંબંધિત પોલિસી ‌આવકારવાની સાથે સિન્થેટીક ડાયમંડ માટે અન્ય કોઇ શબ્દનો ઉપયોગ કરવાની માંગ કરી છે. જીજેઇપીસી પર પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ પ્રમાણે, બેલ્જીયમના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધી ડાયમંડ પ્રોડ્યુસર એસોસિએશન(ડીપીએ) દ્વારા જ્ણાવાયું છે કે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી એફટીસીના નિર્ણયથી ખાસ કરીને ગ્રાહક વર્ગમાં મુંઝવણ ઓછી થવાની જગ્યાએ વધશે. અહેવાલ મુજબ એફટીસી દ્વારા નેચરલ અને સિન્થેટીક ડાયમંડની એક જ વ્યાખ્યામાં ડાયમંડના તમામ ગુણધર્મો તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે.

સિન્થેટિક-નેચરલનો ભેદ ભુસાઇ જશે
એફટીસીની નવી પોલીસી અંગે નાના ઉદ્યોગકારોને માહિતી નથી. ડાયમંડનું સર્ટિફિકેશન કરતી કેટલીક સંસ્થા એવી છે કે જે સિન્થેટીકનું પણ સર્ટિફિકેશન કરે છે . જો સર્ટિફિકેશન પરથી પણ સિન્થેટીક શબ્દ નિકળી જશે તો સિન્થેટીક અને નેચરલ ડાયમંડનો ભેદ ભુંસાતા ચિટીંગ કરનારાઓને મોકળું મેદાન મળશે. કિર્તી શાહ, ડાયમંડ ઉદ્યોગ અગ્રણી

અન્ય સમાચારો પણ છે...