પાંડેસરામાં મંદિર બનાવવા ચંદા માટે માથાભારે તત્વોએ ડ્રાઈનીંગ હોલના માલિક પર ચપ્પુથી હુમલો કર્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસે ત્રણ માથાભારે તત્વો સામે ગુનો નોંધ્યો છે.
પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે ગુલશનનગરમાં રહેતા અને ડ્રાઈનીંગ હોલ ચલાવતા ભગવાનભાઈ બાવરીભાઈ મહંતી પાસે ત્રણ બદમાશો મંદિરના નામે ચંદો લેવા માટે આવ્યા હતા. ડ્રાઈનીંગ હોલના માલિકે પૈસા આપવાની ના પાડતા અસામાજિક તત્વોએ શર્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને તેને કપાળના ભાગે મારી દીધું હતું. જ્યારે અન્ય એકએ લાકડાનો ફટકો મારી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પાંડેસરામાં છેલ્લા ચારેક મહિનાથી ક્રાઈમનો રેટ એટલી હદે વધી ગયો છે કે જાણે પોલીસનું ગુનેગારો પણ લગામ ન હોય એવુ ઉપરાછાપરી ઘટનાઓ પરથી ફલીત થઈ રહયું છે. હાલમાં આ કેસમાં પણ પાંડેસરા પોલીસે માથાભારે સંદીપ ઉર્ફ તેરેનામ અને તુફાન ઓડીસાવાળા સહિત ત્રણની સામે ગુનો નોંધ્યો છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો