• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • અ’વાદના તાંત્રિકે દરગાહમાંથી સોનું ખેંચવાની લાલચે 45 તોલા પડાવી સુરતની મહિલાને પીંખી

અ’વાદના તાંત્રિકે દરગાહમાંથી સોનું ખેંચવાની લાલચે 45 તોલા પડાવી સુરતની મહિલાને પીંખી

તાંત્રિકની માયાજાળ | રૂસ્તમપુરાની મહિલાને પુત્ર સાથે અalt146વાદ, વડોદરા, જૂનાગઢ લઇ જઇ ગોંધી રાખ્યાં મુસ્લિમ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:11 AM
અ’વાદના તાંત્રિકે દરગાહમાંથી સોનું ખેંચવાની લાલચે 45 તોલા પડાવી સુરતની મહિલાને પીંખી
અમદાવાદ ખાતે એક ફ્લેટમાં મહિલા અને તેના પુત્રને ગોંધી રાખી હવસખોર તાંત્રિકે મહિલા પર બળાત્કાર કર્યો છે. અમદાવાદના તાંત્રિકની વાતમાં આવી મહિલાએ 40થી 45 તોલાના ઘરેણાં તેમજ સવા બે લાખની રોકડ ગુમાવી પડી છે. 35 વર્ષીય સુરતની પરિણીતાને તાંત્રિકની ચુંગાલમાંથી બહેન અને તેના પતિએ મુક્ત કરાવી હતી. પરિણીતાએ સલાબતપુરા પોલીસમાં તાંત્રિક સૈયદ હબીબુલ્લા હાજેફતે મોહમદ(60)(રહે. અમદાવાદ)ની સામે ઠગાઇ અને બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે.

પરિણીતાના ફોનનું સિમ કાઢી ફ્લેટમાં તાળું મારી તાંત્રિક જતો રહેતો હતો

રૂસ્તમપુરાની 35 વર્ષીય પરિણીતા ખેડા જિલ્લામાં મહુઘા ખાતે બહેન ત્યાં ગઇ હતી. દરમિયાન તાંત્રિક સૈયદ હબીબુલ્લા તેની બહેનને ત્યાં વિધિ કરવા આવતા ઓળખાણ થઇ હતી. આ તાંત્રિકે કહ્યું કે, ઘરેણાં મુકી સામેની દરગાહમાંથી સોનાના ઘરેણાં ખેંચી લઉ છું, મારી પાસે એવી શકિત છે કે હું તમારા નસીબમાં છે તે અપાવીશ, આ વિધિની વાત પરિણીતાએ તેના જેઠને કરી હતી. જેઠે મહુધા જઇ તાંત્રિકને રોકડા 30 હજાર અને 12 તોલા સોનાના દાગીના આપ્યા હતા. 40 દિવસ પછી તાંત્રિકે પરિણીતાને મહુધા બોલાવી વિધિના 12 માટલા સુરત લઈ જવા સોનાની જરૂરત પડશે એમ કહેતા મહિલાએ દિયરના સાસરીમાંથી સાડા પાંચ તોલા દાગીના લઇ આપ્યા હતા. ‌વિધિમાં અડચરણ છે કહી ફરી ચાંદી લાવવા 12 હજાર પડાવ્યા હતા. મહુધાથી તાંત્રિક સુરત આવ્યો હતો અને રાત્રે લાઈટો બંધ કરાવી માટલામાં પીળી ચમકતી વસ્તુઓ બતાવી હતી. બાદમાં કહેવા લાગ્યો કે તારા પતિને દારૂની લત લાગી છે. સસરા પક્ષ તારૂ અહીત ઇચ્છે છે કહી વશમાં કરી હતી. હવે વિધિ કરવા બોલાવી હતી. જેથી મહિલા તેના પુત્ર સાથે સુરતથી બસમાં બેસીને વડોદરા ગઇ હતી. તાંત્રિકે માતા-પુત્રને વડોદરાથી અમદાવાદ શાહઆલમ બાવાની દરગાહ ખાતે લઈ જઈ ત્યાથી મીરાદાતારના ગેસ્ટહાઉસમાં રૂમોમાં રોકાયા હતા. બીજા દિવસે 24મી જૂને તાંત્રિક અમદાવાદ નીકળી ગયો હતો. બાદમાં અજમેર દરગાહ ખાતે વિધિ કરી હતી. 28મીએ અજમેરથી પાછા અમદાવાદ ખાતે આવી મહિલા અને તેના પુત્રને જુહપુરા હુસેનપાર્ક તવક્કલ ફલેટમાં પાંચમા માળે રાખ્યા હતા. જ્યાં જમવાનું આપીને બહારથી તાંત્રિક તાળું મારી જતો હતો. પતિથી છૂટાછેડા લેવા તાંત્રિક દબાણ કરતો હતો. તાંત્રિકે સીમકાર્ડ કાઢી લઈ તાળું મારી જતો રહેતો હતો. મહિલા અને તેના પુત્રને ગોંધી રાખી 10 દિવસ બાદ પુત્રને સુવડાવી દઇ તાંત્રિકે બળાત્કાર કર્યો હતો. બંદૂક અને આરડીએકસ તેમજ બ્રાઉન સુગર રાખતા હોવાની અરજી લખાવી 29મી જુલાઈએ તાંત્રિકે ફ્લેટ પર આવી કહ્યું કે મારા છોકરાનું એક્સિડન્ટ થયું છે અને જલ્દીમાં તે સીમકાર્ડ કાઢવાનો ભૂલી ગયો હતો. જેથી મહિલાએ મોબાઇલથી બહેનને વાત કરી હતી. જેથી બહેન અને તેના પતિએ તાંત્રિકના ચુંગાલમાંથી મહિલાને છોડાવી હતી.

તાંત્રિક સૈયદ

FIR

X
અ’વાદના તાંત્રિકે દરગાહમાંથી સોનું ખેંચવાની લાલચે 45 તોલા પડાવી સુરતની મહિલાને પીંખી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App