‘વૈરાગ્યને વય સાથે નહીં, સમજણ સાથે સંબંધ’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈરાગ્યને વય સાથે નહીં સમજણ સાથે સંબંધ છે. ઘણીવાર મોટી ઉંમરના સાધકો કરતા નાની ઉંમરના સાધકો ધર્મના માર્ગે જલદી પ્રગતિ કરે છે. તેનું કારણ તેમની પૂર્વજન્મની અધૂરી સાધના છે. જે જીવની સાધના અધૂરી રહે તે બીજા જન્મે બાળવયે દીક્ષા લઈ બાળમુનિ બને છે. આચાર્ય યશોવર્મસૂરિ મહારાજે બાલમુનિ વંદના કાર્યક્રમમાં બાળમુનિઓને વધાવ્યા હતા.

પાલના ઓમકારસૂરિ આરાધના ભવનમાં આચાર્ય યશોવર્મસૂરિ મહારાજની નિશ્રામાં સોમવારે બાલમુનિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. તેમાં તેમણે બાળમુનિઓ અંગે કહ્યું કે સંયમના માર્ગે પ્રયાણ કરવાનું મોટીવયના શ્રાવકો માટે પણ મુશ્કેલ છે. તો બાળમુનિઓ શું કરતા હશે એવો પ્રશ્ન ઉદભવે છે, પરંતુ બાળમુનિ જે જીવ હોય તે પૂર્વજન્મની અધૂરી સાધના પુરી કરવા આવ્યો છે. એના માટે સંયમનો માર્ગ કપરો નથી હોતો. ભારતીય સંસ્કૃતિમાં સંત જ્ઞાનેશ્વર, આદ્ય શંકરાચાર્ય અને એવા બીજા અનેક સંતો છે, જેમણે બાળવયે સંયમના માર્ગને અપનાવ્યો છે.

આજે તો સંયમના માર્ગને પણ લોકો શંકાથી જુએ છે. ભૌતિકતાનું ચલણ એટલું વધ્યું છે કે ધર્મ કરવાની શરમ લાગે છે. જિનશાસનમાં અનેક બાળમુનિઓનું યોગદાન છે. આ પ્રસંગે ઉપસ્થિત શ્રાવકોએ બાલમુનિવંદનાની અનુમોદના કરી હતી. સવારે 9.30 કલાકે અધ્યાત્મસાર ગ્રંથનું પઠન કરાશે. 10 ઓગસ્ટે શુક્રવારે વહેલી સવારે પુષ્ય નક્ષત્રનું માંગલિક કરાશે. સંઘમાં એકહજારથી વધુ શ્રાવકોએ વહેલી સવારે પ્રતિક્રમણ અને નિત્ય આરાધનાઓ કરી હતી.

આચાર્ય યશોવર્મસૂરિ મહારાજે બાળમુનિઓને વધાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...