• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 16 ઓગસ્ટના દિવસે સુરતી કૅપ્ટન સુરત મુંબઈ ફ્લાઇટ લઇને આવશે

16 ઓગસ્ટના દિવસે સુરતી કૅપ્ટન સુરત-મુંબઈ ફ્લાઇટ લઇને આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

16 ઓગસ્ટથી ઈન્ડિગો એર લાઇન્સ સુરતથી 6 શહેરોને જોડતી 7 ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. જેમાં સુરત-મુંબઈ ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્ય સાથે આનંદની વાત એ છે કે ઈન્ડિગો દ્વારા શરૂ થનાર સુરત-મુંબઈ ફ્લાઇટના કેપ્ટન આનંદ પડિયા મૂળ સુરતના છે અને હાલ અમદાવાદ રહે છે. માત્ર કેપ્ટન જ નહિ પણ ફ્લાઇટના ફર્સ્ટ ઓફિસર ભાવિન સોલંકી પણ સુરતના જ છે. એટલે કે સુરતીઓની આગેવાનીમાં ઇન્ડિગોની સુરત-મુંબઈ ફલાઇટને ઓપરેટ કરવામાં આવશે. મુંબઈથી ફ્લાઇટને સુરત ઉતરાણ બાદ કેપ્ટન સહિતના સભ્યોના સ્વાગતની તૈયારી કરવામાં આવી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત દ્વારા ફ્લાઇટના કૅપ્ટન અને સભ્યોને સુરતી લોચાનો સ્વાદ ચખાડવાની પણ તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એર એશિયા દ્વારા શરૂ કરવામાં આવેલી સુરત-બેંગ્લોર ફ્લાઇટના કો-પાઇલટ ઋતુ ગોસ્વામી અને સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરાયેલી સુરત-કોલકાતા ફ્લાઇટના કૅપ્ટન ડેની દેસાઈ પણ સુરતના જ હતા.

ફ્લાઇટ કેપ્ટન આનંદ પડિયા

ખમણની રાહ જોઉં છું
ફ્લાઇટના કૅપ્ટન આનંદ પડિયાએ સોશિયલ મિડીયા પર કોમેન્ટ કરી હતી કે ‘ હું ખમણ અને લોચાની રાહમાં છું’ વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરતના સંજય જૈને કહ્યું હતું કે, ‘અમે તૈયાર છીએ.’

પીટી સાયન્સના સ્ટુડન્ટ
કૅપ્ટન આનંદ પડિયાનું બાળપણ સુરતમાં જ વીત્યું છે. પડિયાએ સુરતના નાનપુરા વિસ્તારની જીવનભારતી સ્કૂલમાં અને અઠવા લાઇન્સની પીટી સાયન્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...