Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » ઘેની ચોકલેટ ખવડાવી સરથાણાની ફેસબુક ફ્રેન્ડ પર 3 મિત્રોનો બળાત્કાર

ઘેની ચોકલેટ ખવડાવી સરથાણાની ફેસબુક ફ્રેન્ડ પર 3 મિત્રોનો બળાત્કાર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:10 AM

alt145તારી વીડિયો ક્લિપ ઉતારી લીધી છેalt146 તેમ કહી બ્લેકમેઇલિંગ

  • ઘેની ચોકલેટ ખવડાવી સરથાણાની ફેસબુક ફ્રેન્ડ પર 3 મિત્રોનો બળાત્કાર
    સરથાણામાં રહેતી એક પરિણીતાએ 4 યુવાનો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાંથી 3 મિત્રોએ 13 માસના સમયગાળામાં અનેક વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું અને ચોથા યુવાને ફોન પર વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

    ફરિયાદ પ્રમાણે, 13 મહિના પૂર્વે હિરેન મનસુખ ઝાલાવાડિયા (રહે: સી-404, આસ્થા રેસિડેન્સી, મોટા વરાછા)એ ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ફોન પર વાત કરી. તે વખતે હિરેને એવું કહ્યું હતું કે હું દુખી છું. હું તમને મળવા માંગું છું. આ રીતે વાત કરતાં પરિણીતા હિરેનને મળવા ગઈ. તે વખતે ઘેનયુક્ત ચોકલેટ ખવડાવી દીધી હતી. જેથી પરિણીતા અર્ધબેભાન થઈ ગઈ. ત્યાર પછી તેને એક્ટિવા પર વેલંજામાં નવા બંધાતા મકાનમાં લઈ ગયો હતો. જ્યાં પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. વીડિયો ક્લિપ ઉતારી તે ક્લિપ ફરતી કરી દેવાની ધમકી આપી અલગ-અલગ જગ્યાએ હિરેને અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.

    હિરેન ઝાલાવડિયાએ તેના મિત્રો કાર્તિક ઉર્ફે અનિલ ઝડફિયા અને જિગ્નેશ ડાખરા (રહે: ન્યૂ શક્તિવિજય, બરોડા પ્રિસ્ટેજ, વરાછા)ને આ પરિણીતાના મોબાઇલ નંબર આપ્યા હતા. જે બન્નેએ પરિણીતાને ફોન કરી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી સમયાંતરે અલગ-અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે કલ્પેશ ડાખરાએ મને મળવા આવ નહીંતર વીડિયો ક્લિપ પ્રસિદ્ધ કરી દઈશ તેવી ફોન પર ધમકી આપી હતી. કલ્પેશ ડાખરાએ બળાત્કાર ગુજાર્યો ન હતો માત્ર ફોન પર ધમકી જ આપી હતી. હિરેન ઝાલાવાડિયાએ તો આ પરિણીતાને તેના પિયર પણ બોલાવી ત્યાં પણ બળાત્કાર ગુજાર્યો હતો. વધુ તપાસ પોઈ એન.ડી. ચૌધરી કરી રહ્યા છે.

    ધારાસભ્ય વી.ડી.નો ભત્રીજો હોવાની અફવા

    અફવા વહેતી થઈ હતી કે, આ હિરેન ઝાલાવાડિયા કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો ભત્રીજો થાય છે. આ બાબતે વી.ડી. ઝાલાવાડિયાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેની સરનેમ ઝાલાવાડિયા છે એટલું જ છે. બાકી ભત્રીજાની વાત તો દૂર રહી તે મારો કોઈ સંબંધી પણ થતો નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending