• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સચિનમાં પતરાં ચઢાવતી વખતે પટકાતાં યુવકનું મોત

સચિનમાં પતરાં ચઢાવતી વખતે પટકાતાં યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ સચિન હોજીવાલામાં પતરા ચઢાવતી વખતે 20 ફુટ જેટલી ઉંચાઈથી અકસ્માતે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઉન પાટીયા સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતો અકીલ અમીર શાહ(29) પતરા ફીટ કરવાનું કામ કરતો હતો. સોમવારે સાંજે તે સચિન હોજીવાલા ગેટ નં.2 પાસે એક પ્લોટમાં હાઈડ્રોલિક મશીન વડે પતરા ચઢાવતો હતો ત્યારે સંતુલન ગુમાવી દેતા 20 ફુટની ઊંચાઇ પરથી પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા અકીલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતા.

અન્ય સમાચારો પણ છે...