• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • ભેસ્તાન સ્ટેશને ગેરકાયદે ટિકિટો પકડાતાં યુવાન વિરુદ્ધ કાર્યવાહી

ભેસ્તાન સ્ટેશને ગેરકાયદે ટિકિટો પકડાતાં યુવાન વિરુદ્ધ કાર્યવાહી

ભેસ્તાન સ્ટેશને ગેરકાયદે ટિકિટો પકડાતાં યુવાન વિરુદ્ધ કાર્યવાહી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:10 AM IST
ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર આરપીએફના જવાને માર માર્યો હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્ત હાલતમાં યુવક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જોકે રેલ્વે સ્ટેશન પર આરપીએફને જોઈ યુવક ટીકીટ ફેંકીને ભાગી રહ્યો હતો ત્યારે પટકાતા તેને ઈજા થઈ હોવાનું આરપીએફએ જણાવ્યું હતું.

ભેસ્તાન સીલ્વર નગર ખાતે રહેતો પ્રમોદ રમાકાંત ગુપ્તા આજે સવારે ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર હતો ત્યારે તેને આરપીએફએ લાકડી વડે માર મારતા માથામાં ઈજા થઈ હોવાના આક્ષેપ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.

બનાવની જાણ થતા આરપીએફનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. આરપીએફએ જણાવ્યું હતું કે પ્રમોદ પાસે બે ટીકીટ હતી જે ફેંકીને તે ભાગી રહ્યો હતો ત્યારે પડી જતા તેને ઈજા થઈ હતી.

ગેરકાયદે ટીકીટ કઢાવવા અંગે ગુનો નોંધી આરપીએફએ બે ટીકીટ કબ્જે કરી રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

X
ભેસ્તાન સ્ટેશને ગેરકાયદે ટિકિટો પકડાતાં યુવાન વિરુદ્ધ કાર્યવાહી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી