તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હાથીના અવાજ પર રિસર્ચ : સુરતની સીમાએ હાથીની 6 લેંગ્વેજ શોધી

હાથીના અવાજ પર રિસર્ચ : સુરતની સીમાએ હાથીની 6 લેંગ્વેજ શોધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે સ્ટ બંગાળની વાત છે. જંગલી હાથીના ટોળા લોકોની વચ્ચે આવીને એમના પાકને નુકસાન કરતા હતાં. એ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક હાથીને પાળ્યો હતો. જ્યારે જંગલી હાથીઓ લોકોની વચ્ચે આવીને હેરાન પરેશાન કરે એટલે આ પાળેલા હાથીને છુટ્ટો મુકવામાં આવે. પાળેલો હાથી જંગલી હાથીઓને ભગાડે. એક દિવસ રાત્રીના સમયે પાળેલો હાથી સુતો હતો ત્યારે બદલો લેવાની ભાવના સાથે જંગલી હાથીનું ટોળું આવ્યું અને પાળેલા હાથીને સુઢ અને દાંત વડે હુમલો કર્યો. પાળેલા હાથીને ઈઝા કરીને જતા રહ્યાં.

સં શોધનના કામને લઈને અમે બહાર નીકળ્યા હતાં. ગાર્ડ સાથે હું કારમાં જઈ રહી હતી. જંગલના રસ્તાઓ પર અમારી કાર સ્પિડમાં જઈ રહી હતી. ત્યારે અચાનક જ એક હાથી દોડીને આવ્યો અને કાર પર એટેક કર્યો. કાર ઉછળીને પડી. ડ્રાઈવરની પાછળી સીટમાં હું બેઠી છું હતી. અટક એટલી જોરદાર હતી કે જાણે ગાડી સાથે બુલડોઝર અથડાયું હોય એવું લાગ્યું. હાથી અમને એલર્ટ આપવા માટે નહીં પણ મોટી જાનહાની કરવા માટે હુમલો કર્યો હતો. અમે હવામાં એર ગનથી ફાયરિંગ કર્યું, ત્યારે એ હાથીથી અમારો જીવ બચી શક્યો.

એ ક હાથી હોય તો એનાથી બચી શકાય. પરંતુ જ્યારે હાથીનું ટોળું હોય તો એનાથી ડરવું પડે. જો હાથી હુમલો કરે તો એનાથી બચવું મુશ્કેલ છે. એક દિવસ અમે જંગલમાં ફરી રહ્યા હતાં ત્યારે અમારી આસપાસ 15થી 20 હાથીઓ ટોળું આવું ગયું. બધા જ હાથી અમારી સામે જોઈ રહ્યા હતાં. અમને એમ થતું હતું કે હાથી અમારી પર હુમલો કરશે. અમને હાથીની સાઇકોલોજીનો ખ્યાલ હતો એટલે કલાકો સુધી એવી જ પોઝિશનમાં રહ્યાં. સમય જતાં હાથીનું ટોળું ધીમે ધીમે વિખરાય ગયું. પછી અમને ત્યાંથી નિકળ્યા. ત્યારે થયુ હતું કે હાશ જીવ બચ્યો.!

IITથી અભ્યાસ પુરો કરી, હાથી માટે કામ કરીશ
 સીમા લોખંડવાલા સિટી ભાસ્કરને કહે છે કે, ‘પહેલાં મને હાથીથી ખુબ જ ડર લાગતો હતો. જેમ સંશોધન થતું ગયું તેમ મને આ કામમાં મજા આવવા લાગી. હાથી મારા જીવનનો ભાગ બની ગયા છે. જ્યારે હું 8 વર્ષની હતી ત્યારે નેપાળમાં પહેલીવાર હાથી જોયો હતો અને ત્યારથી જ એના તરફ આકર્ષણ હતું. ખાસ કરીને આવા વિષય પર કોઈ સંશોધન કરતું નથી એટલે મેં આ વિષયને પસંદ કર્યો છે. મૂળ મુદ્દો હાથીઓને બચાવવાનો છે. મારા સંશોધન પછી કોઈને હાથી પર સંશોધન કરવું હશે તો તેમને મદદ કરીશ. હાથીઓ બચાવવાની અવેરનેસ લાવીશ.’

સીમા લોખંડવાલા
સી.સી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 12 સુધી અભ્યાસ

બી.ઈ કોમ્પ્યુટર એસઆરએમ યુનિવર્સિટી ચેન્નાઈ.

પીએચડી- આઈઆઈટી ગુવાહાટી

વર્ક - ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ

રિસર્ચ પ્રમાણે ‘હાથી સારા મિમિક્રિ આર્ટિસ્ટ છે
મિમિક્રિ કોલ | જ્યારે હાથી મસ્તીના મૂડમાં હોય ત્યારે મિમિક્રિ કોલ અવાજ કરે છે. જેમાં હાથી અનેક અવાજની મિમિક્રિ કરે છે. ટ્રક જેવા અવાજની પણ હાથી મિમિક્રિ કરે છે.

રમ્બલ | જ્યારે ખાવા બાબતે અથવા બીજો કોઈ મેસેજ અન્ય હાથીઓને આપવો હોય તો રમ્બલ અવાજ કરે છે. મેટિંગ માટે રમ્બલ અવાજ કરે છે. દૂર સીધી મેસેજ પહોંચાડવો હોય ત્યારે પણ રમ્બલ અવાજ કરે છે.

ટ્રમ્પેટ | હાથી ટ્રમ્પેટ અવાજ માત્ર કોઈને ડરાવવા માટે કરે છે. ખાસ કરીને માણસને ડરાવવા માટે આ પ્રકારનો અવાજનો કરે છે.

રોર | જ્યારે હાથી કોઈનાથી ગભરાઈ ગયો હોય ત્યારે રોર અવાજ કરે છે.

ગ્રન્ટ | ગ્રન્ટ અવાજ જન્મથી લઈને 5 વર્ષના હાથી આ પ્રકારનો અવાજ કરે છે. હાથીના બચ્ચા ગભરાય જાય ત્યારે આ અવાજ કરે છે.

ચર્પ | આ અવાજ માત્ર એશિયન હાથીઓ જ કરી શકે છે. આફ્રિકાના હાથી ચર્પ અવાજ કરી શકતા નથી. જ્યારે હાથી માણસથી ગભરાયેલા હોય ત્યારે આ અવાજ કરે છે.

સીમાના રિસર્ચ પ્રમાણે..
ભારતના હાથીનો અ‌વાજ એક કિલોમીટરથી અઢી કિલોમીટર સુધી જાય છે. હવામાન સારું હોય તો આફ્રિકાના હાથીનો અવાજ 10 કિલોમીટર સુધી સંભળાય છે.

માદા હાથી ટોળામાં રહે છે. જ્યારે નર હાથી એકલા ફરે છે. જ્યારે બ્રિડિંગનો સમય હોય ત્યારે જ માદા અને નર હાથી સાથે જોવા મળે છે. હાથીઓ છુટા છવાયા હોય ત્યારે અવાજ દ્વારા વાતચીત કરે છે. જ્યારે તેમને ખાવાનું મળી જાય તો અવાજ દ્વારા દૂર રહેલાં હાથીને મેસેજ આપે છે. એમની પાસે વધારે ખાવાનું હોય તો વિશેષ પ્રકારનો અવાજ કરીને ખાવા માટે આમંત્રણ આપે છે અને બીજા હાથીને સમજાવે છે.

અન્ય સમાચારો પણ છે...