16મી ડિસેમ્બરે સ્મિતા પર્વ યોજાશે

સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com અખિલ હિંદ મહિલા પરિષદ બૃહદ દ્વારા સ્મિતા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 12:42 PM
Surat News - latest surat news 041049
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

અખિલ હિંદ મહિલા પરિષદ બૃહદ દ્વારા સ્મિતા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 16 ડિસેમ્બરના રોજ સાંજે 05:00 વાગ્યે કમળા બા હોલ, શાલિભદ્ર કોમ્પલેક્સ, કાદરશાની નાળ, ટિમલિયાવાડ ખાતે યોજાશે. નવલિકા સ્પર્ધામાં વિજેતા વર્ષા તન્ના, બા‌ળ વાર્તાના વિજેતા ગિરિમા ઘારેખાન, કવિતા સ્પર્ધામાં વિજેતા થયેલા રાજેશ ભટ્ટને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સિતાંશુ યશશ્ચન્દ્ર હાજર રહેશે તેમજ આ સાથે શહેરના સાહિત્યકાર પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં કોઇ પણ સુરતી વિનામૂલ્યે હાજર રહીને કાર્યક્રમ માણી શકે છે.


X
Surat News - latest surat news 041049
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App