• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • કતારગામમાં ઘરમાં ઘૂસી પરિણીતાની હત્યા, રોકડ રકમ અને ઘરેણાંની લંૂટ

કતારગામમાં ઘરમાં ઘૂસી પરિણીતાની હત્યા, રોકડ રકમ અને ઘરેણાંની લંૂટ

ગળું દબાવી હત્યા કરાઈ, બે વર્ષની બાળકીએ માની મમતા ગુમાવી ક્રાઇમ રિપોર્ટર | સુરત કતારગામના રણછોડનગરમાં એક...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:10 AM
કતારગામમાં ઘરમાં ઘૂસી પરિણીતાની હત્યા, રોકડ રકમ અને ઘરેણાંની લંૂટ
ગળું દબાવી હત્યા કરાઈ, બે વર્ષની બાળકીએ માની મમતા ગુમાવી

ક્રાઇમ રિપોર્ટર | સુરત

કતારગામના રણછોડનગરમાં એક ફ્લેટમાં ઘૂસી હુમલાખોરે યુવાન પરિણીતાનું દળું દબાવી તેની હત્યા કરી બાદ ઘરમાંથી રોકડા રૂ. 15 હજાર અને ઘરેણાંની લૂંટ કરી હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે.

મૂળ અમરેલી સાવરકુંડલાના વતની અને સુરતમાં ફ્લેટ નં. 303, બાલાજી કોમ્પ્લેક્સ, રણછોડનગર, કતારગામ ખાતે રહેતા મનોજભાઈ ચોટલિયાનાં પત્ની રિયા (ઉ.વ.28) ગુરુવારે બપોરથી સાત વાગ્યા સુધી ઘરે એકલી હતી તે વખતે અજાણ્યાએ ફ્લેટમાં ઘૂસી રિયાનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ રોકડા રૂ. 15 હજાર અને સોનાનાં ઘરેણાં લૂંટી લીધા હતા. મનોજ કડિયા કામ કરે છે. ગુરુવારે બપોરે બે વાગ્યે તે ઘરેથી ભોજન કરી કડિયા કામ કરવા ગયો હતો. જે સાંજે સાત વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે તેના ફ્લેટમાં રિયાની હત્યા કરાયેલી લાશ પડી હતી. આ દંપતીને બે વર્ષની એક બાળકી છે. બીજી વાત એવી ચાલે છે કે વતન સાવરકુંડલામાં કોઈ સંબંધીનું મૃત્યુ થયું છે. તેની ઉત્તરક્રિયામાં જવાના મામલે આ પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. સંભવત: તેના પતિએ જ હત્યા કરી હોવાની વાતને ધ્યાને લઈ પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

મૃતક રિયા

X
કતારગામમાં ઘરમાં ઘૂસી પરિણીતાની હત્યા, રોકડ રકમ અને ઘરેણાંની લંૂટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App