• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • મોબલિન્ચિંગના પ્રયાસ બાદ પાલિકાની દબાણ ટીમને SRPની એક ટુકડી ફાળવાઈ

મોબલિન્ચિંગના પ્રયાસ બાદ પાલિકાની દબાણ ટીમને SRPની એક ટુકડી ફાળવાઈ

મોબલિન્ચિંગના પ્રયાસ બાદ પાલિકાની દબાણ ટીમને SRPની એક ટુકડી ફાળવાઈ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:10 AM IST
ગુરુવારે પાલિકાની ઢોર પાર્ટી ટીમના અધિકારીને તેજા રબારીની આગેવાનીમાં પશુપાલકોના ટોળાએ ઘેરી તેમની કારને આગ ચાંપવાની ઉશ્કેરણી કરી હતી. આમ પાલિકાની ઢોર પાર્ટીના અધિકારીના મોબ લિન્ચિંગનો શિકાર થતાં બચી જવા પામ્યાં હતા.

આ ઘટનાને પગલે શુક્રવારે રાજ્ય સરકારે અમદાવાદ અને સુરત મહાનગર પાલિકાની દબાણ ટીમને પોલીસ રક્ષણ પુરુ પાડવાના હેતુથી એસઆરપીની ટુકડી ફાળવણી કરી હતી. જેમાં અમદાવાદને એસઆરપીની બે ટુકડી અને સુરતને એક ટુકડીની ફાળવણી કરવામાં આ‌વી હતી.હાલમાં રાજ્યની ચાર મોટી મહાનગર પાલિકાઓ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચલાવાય રહી છે. જેમાં ટોળા દ્વારા પાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓ સાથે મોબ લિન્ચિંગના આવા કોઇ અજુગતા બનાવ નહીં બને તેની તકેદારી રૂપે એસઆરપીનું રક્ષણ પુરું પડાશે.

X
મોબલિન્ચિંગના પ્રયાસ બાદ પાલિકાની દબાણ ટીમને SRPની એક ટુકડી ફાળવાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી