• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રસ્તા વચ્ચે સાંઢ આવી જતાં બાઇક પરથી પટકાયેલા આધેડનું મોત થયું

રસ્તા વચ્ચે સાંઢ આવી જતાં બાઇક પરથી પટકાયેલા આધેડનું મોત થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલકથી લસકાણા જતા રસ્તા પર અચાનક રસ્તા વચ્ચે સાંઢ આવી જતા બાઈક પરથી પટકાયેલા આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવ અંગે સરથાણા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પુણા કારગીલ ચોક શિવનગર સોસાયટી ખાતે રહેતા દિનેશભાઈ મોહનભાઈ જોષી(55) નિવૃત્ત જીવન વિતાવતા હતા. રવિવારે તેઓ તેમના મિત્ર નવીનભાઈ નારણભાઈ ધંધુકિયા સાથે બાઈક પર ગલતેશ્વર ગયા હતા. તેઓ સાંજે ગલતેશ્વરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તા વચ્ચે અચાનક સાંઢ આવી જતા બાઈક ચલાવી રહેલા નવીનભાઈએ બાઈક પરથી સંતુલન ગુમાવી દીધું હતું અને સાંઢ સાથે અથડાયા બાદ બન્ને મિત્રો પટકાતા દિનેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે નવીનભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવની જાણ થતા સરથાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. દિનેશભાઈના પુત્ર જયેશભાઈની ફરીયાદના આધારે પોલીસે નવીનભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...