• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • તાંત્રિકે દરગાહમાંથી સોનું ખેંચવાની લાલચે 45 તોલા પડાવી મહિલાને પીંખી

તાંત્રિકે દરગાહમાંથી સોનું ખેંચવાની લાલચે 45 તોલા પડાવી મહિલાને પીંખી

અમદાવાદ ખાતે એક ફ્લેટમાં મહિલા અને તેના પુત્રને ગોંધી રાખી હવસખોર તાંત્રિકે મહિલા પર બળાત્કાર કર્યો છે....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:10 AM
તાંત્રિકે દરગાહમાંથી સોનું ખેંચવાની લાલચે 45 તોલા પડાવી મહિલાને પીંખી
અમદાવાદ ખાતે એક ફ્લેટમાં મહિલા અને તેના પુત્રને ગોંધી રાખી હવસખોર તાંત્રિકે મહિલા પર બળાત્કાર કર્યો છે. અમદાવાદના તાંત્રિકની વાતમાં આવી મહિલાએ 40થી 45 તોલાના ઘરેણાં તેમજ સવા બે લાખની રોકડ ગુમાવી પડી છે. 35 વર્ષીય સુરતની પરિણીતાને તાંત્રિકની ચુંગાલમાંથી બહેન અને તેના પતિએ મુક્ત કરાવી હતી. પરિણીતાએ સલાબતપુરા પોલીસમાં તાંત્રિક સૈયદ હબીબુલ્લા હાજેફતે મોહમદ(60)(રહે. અમદાવાદ)ની સામે ઠગાઇ અને બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે.

રૂસ્તમપુરાની 35 વર્ષીય પરિણીતા ખેડા જિલ્લામાં મહુઘા ખાતે બહેન ત્યાં ગઇ હતી. દરમિયાન તાંત્રિક સૈયદ હબીબુલ્લા તેની બહેનને ત્યાં વિધિ કરવા આવતા ઓળખાણ થઇ હતી. આ તાંત્રિકે કહ્યું કે, ઘરેણાં મુકી સામેની દરગાહમાંથી સોનાના ઘરેણાં ખેંચી લઉ છું, અમદાવાદ ખાતે મહિલા અને તેના પુત્રને જુહાપુરા હુસેનપાર્ક તવક્કલ ફલેટમાં પાંચમા માળે રાખ્યા હતા. પુત્રને ગોંધી રાખી 10 દિવસ બાદ પુત્રને સુવડાવી દઇ તાંત્રિકે બળાત્કાર કર્યો હતો. બંદૂક અને આરડીએકસ તેમજ બ્રાઉન સુગર રાખતા હોવાની અરજી લખાવી 29મી જુલાઈએ તાંત્રિકે ફ્લેટ પર આવી કહ્યું કે મારા છોકરાનું એક્સિડન્ટ થયું છે અને જલ્દીમાં તે સીમકાર્ડ કાઢવાનો ભૂલી ગયો હતો. જેથી મહિલાએ મોબાઇલથી બહેનને વાત કરી હતી. જેથી બહેન અને તેના પતિએ તાંત્રિકના ચુંગાલમાંથી મહિલાને છોડાવી હતી.

તાંત્રિક સૈયદ

X
તાંત્રિકે દરગાહમાંથી સોનું ખેંચવાની લાલચે 45 તોલા પડાવી મહિલાને પીંખી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App