સુરતમાં NRIની હત્યા કરનાર બંટી ગેંગનો સાગરિત 14 વર્ષે પકડાયો

અમદાવાદ | એટીએસની ટીમે સુરતમાં અમેરીકાથી હીરા ખરીદવા આવેલા એનઆરઆઈને હીરાની મોટી ડીલ કરવાના બહાને બોલાવી અપહરણ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:10 AM
સુરતમાં NRIની હત્યા કરનાર બંટી ગેંગનો સાગરિત 14 વર્ષે પકડાયો
અમદાવાદ | એટીએસની ટીમે સુરતમાં અમેરીકાથી હીરા ખરીદવા આવેલા એનઆરઆઈને હીરાની મોટી ડીલ કરવાના બહાને બોલાવી અપહરણ કરી તેના પરિવાર પાસે કરોડો રૂપિયાની ખંડણી માંગી એનઆરઆઈની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા કુખ્યાત બંટી ગેંગના સાગરીત મનોજ ગૌડને ઝડપી લીધો હતો. આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હતો.

અમેરીકામાં સ્થાયી થયેલા રાજેશ ભટ્ટ એપ્રિલ 2004માં અમેરીકાથી હીરા ખરીદવા માટે સુરત આવ્યા હતા. આ સમયે કુખ્યાત બંટી ગેંગે વેપારીના સ્વાંગમાં તેમનો સંપર્ક કરી તેઓ હીરાની મોટી ડીલ કરવા માંગે છે તેમ કહી તેમને એક સ્થળે બોલાવ્યા હતા. ત્યારબાદ રાજેશ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવારજનો પાસે મોટી રકમની ખંડણી માંગવામાં આવી હતી. દરમિયાન રાજેશ ભટ્ટની હત્યા કરી તેમની લાશ નડીયાદ ચકલાસી રોડ પર ફેંકી દેવામાં આવી હતી. આ અંગે સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આ ગુનામાં કુખ્યાત બંટી ગેંગનો હાથ હોવાની માહિતી બહાર આવી હતી.

X
સુરતમાં NRIની હત્યા કરનાર બંટી ગેંગનો સાગરિત 14 વર્ષે પકડાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App