પોંકમાં રસ ઘટ્યો, ગ્રાહક ઓછા ન થાય માટે 5 વર્ષથી ભાવ વધ્યો નથી

DivyaBhaskar News Network

Dec 07, 2018, 12:43 PM IST
Surat News - latest surat news 041040
Surat News - latest surat news 041040
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

પોંકના ગ્રાહકો ઓછા ન થાય એ માટે છેલ્લા પાંચ વર્ષથી પોંકના ભાવ વધ્યા જ નથી. શિયાળાની શરૂઆત થાય એટલે સુરતના પોંકની બોલબાલા રહે છે પરંતુ યંગસ્ટર્સનો પોંક પ્રત્યે રસ ઓછો થઇ રહ્યો છે. જેથી પોંકનો ભાવ પાંચ વર્ષથી વધ્યો જ નથી. આ સાથે પોંકમાંથી બનતી વાનગીઓનાં ભાવમાં છેલ્લાં 2 વર્ષથી વધારે કરવામાં આવ્યો નથી.

રોજ માંડ માંડ 25-30 કિલો પોંક વેચાય છે

સંજય પટેલ, પોંક વેચનાર

 સંજય પટેલ સિટી ભાસ્કરને કહે છે કે, ‘આ સિઝનમાં માંડ માંડ 25-30 કિલો પોંક વેચાય છે. પહેલા અમે સિઝનમાં અમે 100 કિલોથી વધારે પોંક વેચતા હતાં. હવે વેચાણ ખુબ ઘટ્યુ છે.

સુરતની ઓળખ | 2014માં કિલોના 400 હતા, આજે પણ એ જ છે

સુરતની કાળી જમીન જુવારને અનુરૂપ છે

જુવાર ઓગસ્ટ મહિનામાં વવાઈ જાય છે. સુરતની આજુબાજુની કાળી જમીન કાળી જુવારને અનુરૂપ છે. 120 દિવસમાં એના પર દાણા આવે છે. નવેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જાય ત્યારે સવારનું તાપમાન 12થી 15 ડિગ્રીની વચ્ચે હોય છે. ઝાકળ પડે અને એ જુવારના ડુંડા પર બેસે છે. ઝાકળ દાણા સાથે રાસાણિક પ્રક્રિયા કરે અને પોંકના દાણા ખીલે છે જેથી સુરતી પોંક મીઠો લાગે.

પોંકનો ભાવ 400 રૂપિયા કિલો છે. છેલ્લાં પાંચ વર્ષથી પોંકના એક પણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પોંક વડા 280 રૂપિયા કિલો, લીબું મરી સેવ 300 રૂપિયા કિલો, લાલ મરચાની સેવ 280 રૂપિયા કિલો અને સાદી સેવ 260 રૂપિયા કિલો છે. એનો ભાવ પણ છેલ્લા બે વર્ષથી વધ્યો નથી.

ગ્રાહકો તૂટે નહીં એટલે ભાવ નથી વધારતા

બલદેવ પોંકવાળા સિટી ભાસ્કરને કહે છે કે, ‘છેલ્લા ઘણાં વર્ષોથી અમે પોંકનો વ્યવસાય કરી રહ્યા છીએ. પરંતુ દર વર્ષે પોંકના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે ભાવમાં વધારો કરી શકાતો નથી. યંગસ્ટર્સ પોંક ખાવા માટે ઓછા આવે છે. જો ભાવ વધારો કરવામાં આવે તો ગ્રાહકો ઓછા થઈ જાય એટલા માટે ભાવ વધારો કરવામાં આવ્યો નથી.’

સુરત શહેરમાં માત્ર 100 જ પોંક સેન્ટર ખૂલે છે

ડિસેમ્બરથી પોંકની સિઝનની તો શરૂઆત થઇ જાય છે પણ આ વખતે સુરતમાં માત્ર 100 જ પોંક સેન્ટર ખુલ્યાં છે. પોંક વેચતા અશ્વિન પટેલ સિટી ભાસ્કરને કહે છે કે, ‘પહેલા આખા સુરતમાં પોંકના 250થી વધારે સ્ટોલ અને દુકાનો લાગતી હતી પરંતુ આ વર્ષે સમગ્ર શહેરમાં 100 જેટલી જ દુકાનો લાગી છે. યંગસ્ટર્સ પોંકમાં ઓછો રસ લઈ રહ્યા હોવાથી દુકાનો ઓછી થતી ગઈ છે.


X
Surat News - latest surat news 041040
Surat News - latest surat news 041040
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી