• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રૂ.159 કરોડનું વિન્ટેક કૌભાંડ ઃ 3 જમીન, 1 દુકાન, 7 લાખ ટાંચમાં

રૂ.159 કરોડનું વિન્ટેક કૌભાંડ ઃ 3 જમીન, 1 દુકાન, 7 લાખ ટાંચમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ રોકાણના બદલામાં ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપી 28,376 લોકો સાથે રૂ. 159 કરોડની ઠગાઈ કરનારી વિન્ટેક શોપી પ્રા. લિ. કંપનીના માલિકો સામે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયા બાદ 4ની ધરપકડ કરાઈ હતી. હવે આ કંપનીના માલિકોએ ખરીદેલી મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં 3 જમીન, 1 દુકાન અને બેંકના ખાતામાં રોકડા રૂ. 7.29 લાખ જપ્ત કર્યા છે.

2009-2010ના વર્ષમાં વિન્ટેક શોપી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવાયું હતું. બાદ પૂણા કુંભારિયા રોડ પર અલય કોમ્પ્લેક્સમાં મુખ્ય ઓફિસ શરૂ કરી હતી. બાદ આ જ કંપનીની એક પેટાકંપની એચઆરપી બિઝનેસ પ્રા. લિ. શરૂ કરી હતી. જેની હેડ ઓફિસ દીપકમલ કોમર્શીયલ કોમ્પ્લેક્સ, સરથાણા જકાતનાકા પાસે કાર્યરત કરાઈ હતી.

2013થી કાર્યરત આ બંને કંપનીમાં કુલ 28,376 લોકોએ રૂ. 446 કરોડ 17 લાખ 91 હજાર 455નું રોકાણ કર્યું હતું. રોકાણના બદલામાં ઊંચું વળતર આપવાનું કહી લોકો પાસે રોકાણ કરાવાયું હતું. બાદ રોકાણકારોને રૂ. 159 કરોડ 86 લાખ 94 હજાર 992 ચૂકવવાના બાકી હતા. ઓફિસ અને 35 બ્રાંચને તાળાં મારી આ કંપનીના ડિરેક્ટરો છૂ થઈ ગયા હતા. આખરે 16-9-17ના રોજ વિશાલ સોનાર (રહેઃ ઉધના)એ આ કંપનીના ડિરેક્ટર જીજ્ઞેશ પાનસેરિયા સામે છેતરપિંડીનો ગુનો સીઆઇડી ક્રાઇમ સુરતમાં નોંધાવ્યો હતો. જેની તપાસમાં અત્યાર સુધીમાં પોલીસે જીજ્ઞેશ પાનસેરિયા, તેના પિતા ઘનશ્યામ પાનસેરિયા (બંને રહેઃ સંકલ્પ રેસિડેન્સી, સરથાણા), કાંતિ ભેંસદડિયા, પ્રકાશ અઘારા (બંને રહેઃ માધાપર ચોકડી, રાજકોટ)ની ધરપકડ કરી હતી. જે બંને સૌરાષ્ટ્રનું કામ સંભાળતા હતા અને આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા. પોલીસની તપાસમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે આ કંપનીએ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસિકા ગામે, પંચમહાલના ખાનપુર ગામે અને મોરબી જિલ્લાના ટંકારા ખાતે જમીન ખરીદી હતી. ઉપરાંત અંકલેશ્વરમાં 1 દુકાન, જીજ્ઞેશના બેંક ખાતામાંથી રોકડા 7.29 લાખ હતા. આ તમામ મિલકતો ટાંચમાં લેવા માટે સીઆઇડી ક્રાઇમે રાજ્યના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરી તેનેે મંજૂરી મળતાં હવે પોલીસ આ તમામ મિલકતો જપ્ત કરશે.

અન્ય સમાચારો પણ છે...