તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘પોલીસ ચોર છે’ કહેનારા સુરતના 4 નબીરા ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી કોપરલી નાકે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને ‘પોલીસ ચોર છે’ કહેતા ત્યાં હાજર પબ્લિકે સુરતના 4 ઇસમોને માર મારી મેથીપાક ચખાડ્યો હતો. તમામ વિરૂદ્ધ વાપી પોલીસમાં ગુનો નોંધાયો છે. યુવકો પારસી છે અને તમામ પારડીમાં પતેતી ઉજવીને સુરત આવતા હતા.

વાપી ટાઉન પોલીસમાં ટ્રાફિક પોલીસ અ.પો.કો. સર્જનસિંહ કિરણસિંહ રવિવારે કોપરલી ચારરસ્તા ઉપર ફરજ પર હાજર હતા. સાંજના સમયે વાપી રેલવે ઓવરબ્રીજ દમણ તરફથી આવતી સફેદ કલરની સ્કોડા કાર નં.ડીએન-09-ઇ-1513 શંકાસ્પદ જણાઇ આવતા તેને રોકવા માટે ઇશારો કરતા ચાલક ફરાર થઇ ગયો હતો. જેથી ટીઆરબીના 4 જવાનો કારનો પીછો કરી તેને વૈશાલી ચાર રસ્તે અટકાવી હતી. જ્યાં કારમાં બેસેલા 4 ઇસમો બહાર ઉતરતા કોન્સ્ટેબલ સર્જનસિંહે લાયસન્સની માંગણી કરી હતી. ચાર પૈકી એક ઇસમે કોન્સ્ટેબલનો કોલર પકડી લેતા ટીઆરબીના જવાનો તેને બચાવવા આગળ આવ્યા હતા. ત્યાં જવાનોના કોલર અને બેઝ ખેંચીને ઝપાઝપી કરી હતી. યુનિફોર્મ ફાડી ગાળાગાળી સાથે ફરજમાં રૂકાવટ ઉભી કરતા અને ટીઆરબીના જવાનો ઉપર હુમલો કરવા બદલ ગુનો દાખલ કરાયો છે.

કોણ કોણ છે આરોપી
2 કોલેજના વિદ્યાર્થી, 1 શિક્ષક અને 1 જીમટ્રેનર - આરોપી પીરજાન માલગમ વરીયાવા અને પુરૂઝ માલગમ વરીયાવા રહે. નાનપુરા સાહેર બેકરી બંને સગા ભાઇ છે. અને વરીયાવા કોલેજ સુરતમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે ત્રીજો આરોપી આરીશ વિરાફ વરાછાવાલા રહે.વાકીબોડી સુરત દાંડી રોડ નરથાણના મિલેનિયમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તો ચોથો આરોપી સુઝન નેવીલ ચોથીયા રહે.સૈયદપુરા જમસેદ હાઉસ સૈયદપુરાના ફીટનેસ મંત્રામાં જીમ ટ્રેનર છે.

અન્ય સમાચારો પણ છે...