રિલિજિયન રિપોર્ટર.સુરત | શહેરના વૈષ્ણવ સંગઠન દ્વારા સિનિયર સિટીઝનો માટે શ્રાવણ મહિના નિમિત્તે બાર મહાદેવનાં પ્રવાસનું આયોજન કરાયું છે. સતત પાંચમાં વર્ષે આયોજિત ટુરમાં આ વર્ષે સૌથી વધારે 5500 જેટલાં સિનિયર સિટીઝનોને યાત્રા કરાવાશે. તેમાં સરકારની શ્રવણ યોજનાના લાભાર્થીઓને 120 રૂપિયામાં યાત્રા કરાવાશે.
12 જુલાઈથી શરૂ થતી આ યાત્રા 9 સપ્ટેમ્બરે સમાપ્ત થશે
શહેરનું વૈષ્ણવ સંગઠન દર વર્ષે અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. હાલમાં 12 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસ નિમિત્તે સિનિયર સિટીઝનો માટે પ્રવાસનું આયોજન કરાયું છે. આ અંગે સંગઠનના અજયભાઈ દલાલે કહ્યું કે સતત પાંચમાં વર્ષે પ્રવાસનું આયોજન કરાયું છે. આ માટે આ વર્ષે સૌથી વધારે 11 બસો એકસાથે ઉપાડાશે. એક બસમાં 55 વડિલો સાથે 11 બસોમાં 550 વડિલો એક દિવસમાં યાત્રા કરશે. 12 જુલાઈથી શરૂ થતી આ યાત્રા 9 સપ્ટેમ્બરે બંધ કરાશે. તેમાં શ્રાવણ મહિનાના ચાર રવિવાર, ચાર સોમવાર અને 8-9 સપ્ટેમ્બર મળી દસ દિવસ યાત્રા નીકળશે.
આ દસ બસો વડિલોની સુવિધા માટે અડાજણમાં પ્રાઈમ આર્કેડ, ગુજરાત ગેસ સર્કલ, પાલ, મજૂરાગેટ જુની આરટીઓ, ઉધના દરવાજા, લાલગેટ લાબેલા પાસે, કોટસફીલ રોડ અને વેસુ આટલા સ્થળો પરથી ઉપાડવામાં આવશે. જે સિનિયર સિટીઝનો પાસે સરકારની શ્રવણ યોજનાનો કાર્ડ હશે તેમને 50 ટકા કન્સેશન મળશે. યાત્રામાં નાસ્તો જમવાનું બધુ જ સંગઠન દ્વારા અપાશે. યાત્રામાં બાર મહાદેવમાં કણાવ, એના, કેદારેશ્વર, ઉનાઈ, બરૂમાળા, તડકેશ્વર, ચીખલી, સોમનાથ (બિલીમોરા) અને અંધેશ્વર મહાદેવના દર્શન કરાવાશે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો