આલ્કોહોલિક એનોનિમસ સંસ્થા 11મીએ સિલ્વર જ્યુબિલી ઉજવશે

આલ્કોહોલિક એનોનિમસ સંસ્થા 11મીએ સિલ્વર જ્યુબિલી ઉજવશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:10 AM IST
આલ્કોહોલિક એનોનિમસ સંસ્થા 11 ઓગસ્ટે સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી કરશે. આ પ્રસંગે સવારે 10.30 કલાકે દયાળજી આશ્રમમાં થનારા કાર્યક્રમમાં સાઈકિયાટ્રિસ્ટ ડો.મહેશ દેસાઈ વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપશે. તેમની સાથે ચીફ ગેસ્ટમાં આરપીએફના આસિસ્ટન્ટ કમિશનર રાકેશ પાંડે હાજર રહેશે.કાર્યક્રમ સવારે 10.30 કલાકે શરૂ થશે અને સાંજે 5 કલાકે સમાપન થશે. સાંજે 4 કલાકે વ્યસનમુક્તિનો સંદેશો આપતું નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં 1993થી કાર્યરત આલ્કોહોલિક એનોનિમસ આ વર્ષે 25 વર્ષ પૂરા કરી રહી છે. આ અંગે સંસ્થાના ઉમેશભાઈએ જણાવ્યું હતું કે ભારતમાં આ સંસ્થા 1957માં આવી અને સુરતમાં 1993થી ડો.રાજેન્દ્ર દેસાઈના પ્રયત્નોથી શરૂ થઈ હતી.

નાનપુરાના રોમન કેથોલિક ચર્ચથી શરૂ થયેલી આ સંસ્થામાં અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકો વ્યસનમુક્ત થયા છે. દર વર્ષે હજુપણ લગભગ ત્રણ હજાર જેટલાં લોકો આવે છે, પરંતુ તેમાંથી દારૂ છોડનારા ઓછા હોય છે. ઘણાં પ્રયત્નો બાદ છોડે છે. આ માટે સંસ્થા કોઈ પ્રકારના નાણાં લેતી નથી. કોઈપણ પ્રકારની દવા વગર સંસ્થા વ્યસનમુક્ત કરાવે છે. આ વર્ષે 11 ઓગસ્ટના રોજ સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી કરવામાં આવશે.

X
આલ્કોહોલિક એનોનિમસ સંસ્થા 11મીએ સિલ્વર જ્યુબિલી ઉજવશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી