• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાજદ્રોહ કેસ ઃ હાર્દિક કોર્ટમાં હાજર, રોજગારીના મુદ્દા પર સવાલ ઉઠાવ્યા

રાજદ્રોહ કેસ ઃ હાર્દિક કોર્ટમાં હાજર, રોજગારીના મુદ્દા પર સવાલ ઉઠાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા રાજદ્રોહના ગુના બાબતે આજે સેશન્સ કોર્ટમાં મુદત હોય હાર્દિક હાજર રહ્યો હતો અને કોર્ટ પ્રોસિઝર બાદ તેણે સરકારની રોજગાર પોલીસી નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યુ હતુ. રાજદ્રોહના કેસમા હવે આગામી 29મી ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

વર્ષ 2016માં હાર્દિક સામે રાજદ્રોહનો ગુનો નોંધાયા બાદ હાલ આ કેસમાં ચાર્જફ્રેમની પ્રોસિઝર પુરી થઈ છે સાક્ષીઓ ચકાસવાનુ સ્ટેજ આવ્યુ છે ત્યારે આજની મુદતે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો હતો અને બચાવ પક્ષે એડવોકેટ યશવંત વાળા પણ હાજર રહ્યા હતા. કોર્ટ કેમ્પસની બહાર હાર્દેિકે કહ્યુ હતુ કે તે 25મી ઓગસ્ટથી અનામત, રોજગારી અને ખેડૂતો માટે આમરણાંત ઉપવાસ પર ઉતરવા મક્કમ છે. તેણે ઉમેર્યું કે કોઈના પપ્પાનો કાયદો નથી કે આમરણાંત ઉપવાસ અંગે મંજૂર નહીં આપે. અને જો મંંજૂરી નહીં આપે તો પણ ઉપવાસ કરીશું. રોજગારી અંગે મોદી સરકાર પર પ્રહાર કરતા હાર્દિકે કહ્યુ કે ચાર વર્ષથી રોજગાર નથી, આ વાત નિતિન ગડકરી પણ સ્વીકારી ચૂકયા છે. જ્યારે હાર્દિકને પુછ્યું કે વરૂણ પટેલે આરોપ લગાવ્યો છે કે આ બધા કોંગ્રેસના પેડ માણસો છે. તેના જવાબમાં હાર્દિકે કહ્યુ કે લોકતાંત્રિક દેશમાં દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે. અન્ય એક સવાલમાં હાર્દિકને પુછતાં કહ્યું કે વરૂણ પટેલના કહેવા મુજબ તમારુ વજન વધી ગયુ છે એટલે ડાયેટિંગનો પ્લાન ઘઢી રહ્યા છો તો હાર્દિકે કહ્યુ કે ડાયેટિંગ સમજીને જ આમરણાંત ઉપવાસને મંજૂરી આપી દેવામાં આવે, હું તો હજી 25 વર્ષનો છું તો મારાથી ડર શાનો.

અન્ય સમાચારો પણ છે...