ઉધનામાં હેડગેવાર ઝુંપડપટ્ટીમાં પટેલનગર પોલીસ ચોકીથી દોઢસો મીટરના અંતરે ધમધમતા દારુનો હોલસેલ અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે મધરાત્રે છાપો માર્યો હતો. ત્રણ દિવસમાં પીસીબીની બે અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડના કારણે પોલીસ કમિશનરે ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.પી.પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે ઉધનામાં પટેલનગર પોલીસ ચોકી પાસે હેડગેવાર ઝુંપડપટ્ટીમાં બુટલેગર અશોક વિશ્વકર્મા મોટા પાયે દારૂ મંગાવીને નાના ખેપિયાઓને વેચે છે. જેના આધારે પીએસઆઈ કે. એમ. લાઠિયાએ સ્ટાફ સાથે રૂમ નં. 395, 401409, 410, 421, 422 અને 423માં છાપો માર્યો હતો. ત્યાંથી આરોપીઓ સોનાબેન રાજપુત, મનોજ પટેલ, રાજુ પાટીલ, સંજય તિવારી, નિસાંત ઉર્ફ છોટુ વાજપાઈ અને શશીકાંત તિવારી (ત્રણેય રહે. પાંડેસરા) ઝડપાયા હતા. તેમના રૂમોમાંથી કુલ દારૂની 2141 બોટલો મળી જેની કિંમત 2.24 લાખ થાય છે. ઉપરાંત રોકડ, મોબાઇલ, સોડાની બાટલીઓ મળીને કુલ 2.40 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જો કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસને જાણવા મળ્યું કે આરોપી અશોક વિશ્વકર્માએ આરોપી નસમુદ્દીન હાફિઝ અને કાલુ(રહે. બુડિયા ગામ) પાસેથી દારૂ મંગાવ્યો હતો. તેમને વાન્ટેડ બતાવી તમામ આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. ત્રણ દિવસમાં ત્રણ રેઇડના કારણે ઉધના પોલીસ મથકના ઇન્સ્પે. એ.પી. પરમારને સસ્પેન્ડને કર્યો છે. પીઆઈ પરમારને ડીજી, પો. કમિ. બંનેએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
 ઈમ્પેક્ટ
તા. 6 ડિસેમ્બરનો અહેવાલ
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો