શનિવારે બ્રહ્માકુમારીઝની વોક ફોર વીમેન્સની પદયાત્રા

શનિવારે બ્રહ્માકુમારીઝની વોક ફોર વીમેન્સની પદયાત્રા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:10 AM IST
આજના યુવાનમાં નેતૃત્વની શક્તિ છે. માટે જ આજનો યુવાન નારીઓનો રક્ષક પણ બની શકે. ભારતીય સંસ્કૃતિમાં નારીઓનું ગૌરવવંતુ સ્થાન છે. તેની રક્ષા માટે પ્રત્યેક પુરૂષ સહભાગી બને તે જરૂરી છે. બ્રહ્માકુમારીઝના બીકે ફાલ્ગુનીએ વોક ફોર વીમેન્સની માહિતી આપતા કહ્યું હતું.

બ્રહ્માકુમારીઝ દ્વારા આધ્યાત્મિક સંસ્કાર સિંચન માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત 11 અને 12 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વોક ફોર વીમેન્સનું આયોજન કરાયું છે. બ્રહ્માકુમારી ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે નવા ભારતના નિર્માણમાં યુવાપેઢી અગત્યનો ભાગ ભજવી શકે છે. અત્યારે મહિલાઓ પર ચાલતા અત્યાચારો રોકવા હોય તો આ યુવા પેઢી મહત્વનો ફાળો આપી શકે છે. કારણકે ભારતીય સંસ્કૃતિના પાયામાં જ નારીની મહત્તા છે. હવે નારીની રક્ષાનો સંકલ્પ કરવા પ્રાચીન સંસ્કૃતિ આહવાન કરી રહી છે. આથી આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શનિવારે સવારે 7 કલાકે ભાગળથી પદયાત્રા નીકળશે. પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, બ્રહ્માકુમારીજ કેન્દ્રોના ભાઈઓ, બહેનો અને યુવક મંડળો ભાગ લેશે. આ પદયાત્રાનું સવારે 9 કલાકે ગાંધીજીની પ્રતિમા પાસે સમાપન થશે. ત્યારબાદ રાંદેર અને અલથાણમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસે 12 ઓગસ્ટના રોજ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

X
શનિવારે બ્રહ્માકુમારીઝની વોક ફોર વીમેન્સની પદયાત્રા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી