પાર્લેપોઇન્ટ જૈન સંઘમાં ગુરૂ મહારાજની 1290 કમળ ચઢાવી પૂજા કરાઈ

મૂળ પાદરાના વતની એવા આચાર્ય રામચંદ્રસૂરિ મહારાજની 27મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે પાર્લેપોઈન્ટ જૈન સંઘમાં 1290 કમળ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:10 AM
પાર્લેપોઇન્ટ જૈન સંઘમાં ગુરૂ મહારાજની 1290 કમળ ચઢાવી પૂજા કરાઈ
મૂળ પાદરાના વતની એવા આચાર્ય રામચંદ્રસૂરિ મહારાજની 27મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે પાર્લેપોઈન્ટ જૈન સંઘમાં 1290 કમળ ચઢાવી પૂજા કરાઈ હતી. આજે શુક્રવારે તેમની સ્વર્ગારોહણ તિથિએ પાર્લેપોઇન્ટ જૈન સંઘમાં ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું છે. શનિવારે ગોપીપુરા સંઘમાં આરાધનાના કાર્યક્રમો સાથે ત્રિદિવસીય મહોત્સવનું સમાપન થશે.

પાર્લેપોઇન્ટ જૈન સંઘમાં આચાર્ય કિર્તીયશસૂરિ મહારાજની નિશ્રામાં આચાર્ય રામચંદ્રસૂરિ મહારાજની 27મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવ શરૂ કરાયો છે. મહોત્સવમાં ગુરૂવારે પ્રથમ દિવસે ગુરૂ મહારાજની કમળ પૂજા કરાઈ હતી. તેમાં 1290 કમળ ચઢાવાયા હતા. ભાવનાના કાર્યક્રમો બાદ આચાર્ય કિર્તીયશસૂરિ મહારાજે કહ્યું કે જેમના પ્રવચનોએ હજારો લોકોને પ્રેરણા આપી છે. જેમનું દિવ્યતેજ જીવનની નવી દિશા દર્શાવે છે. જેમના પ્રત્યેક વાક્યો જીવનનું ઘડતર કરે છે, એવા આચાર્ય રામચંદ્રસૂરિ મહારાજના ગુણાનુવાદ કરીએ એટલા ઓછા છે.

X
પાર્લેપોઇન્ટ જૈન સંઘમાં ગુરૂ મહારાજની 1290 કમળ ચઢાવી પૂજા કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App