‘મા-બાપના નિસાસા સુખોને સળગાવી નાખે’

ચાતુર્માસ વિશેષ ગુરુવારે ત્રિકમનગર જૈન સંઘમાં પં. પદ્મદર્શનવિજય મહારાજે શ્રાવકોને ત્યાગનું મહત્ત્વ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:10 AM
‘મા-બાપના નિસાસા સુખોને સળગાવી નાખે’
ભોગ કરતા ત્યાગની દુનિયા જુદી છે. જે ત્યાગનો માર્ગ સ્વીકારે છે તે જ સાચા અર્થમાં સુખ ભોગવે છે. લોકોના હૃદયમાં સ્થાન મેળવે છે. ભગવાન રામે પિતાની આજ્ઞા માથે ચઢાવી રાજ્યનો ત્યાગ કર્યો અને વનવાસ પૂર્ણ થતાં તેમના આગમનને ઉજવ્યું હતું. પં.પદ્મદર્શનવિજય મહારાજે આ શબ્દો ત્રિકમનગર જૈન સંઘમાં કહ્યાં હતા.

ગુરુવારે ત્રિકમનગર જૈન સંઘમાં પં. પદ્મદર્શનવિજયજીએ શ્રાવકોને ત્યાગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે ભગવાન રામે પણ પિતાની આજ્ઞાને માથે ચઢાવી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. માતા-પિતાનો આદર હિંદુસ્તાન સિવાય ક્યાય જોવા નહીં મળે. આજે તો સ્થિતિ ઉલટી છે. યુવાનો મા-બાપને કોરાણે મુકી રહ્યાં છે. હક્કનું તો ઠીક હરામનું લેવામાં પણ નાનમ નથી અનુભવતા. નૈતિકતાના નિયમો જીવનમાં નષ્ટ થઈ ગયા છે. જે મા-બાપને સન્માન અપાતું હતું તે મા-બાપ આજે આંખોમાંથી આંસુ પાડી રહ્યાં છે. જીવનમાં દુઃખોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મા-બાપના નિસાસા તમામ સુખોને સળગાવી નાખે છે. મા-બાપની સંપત્તિ માટે લોકો ઝઘડી રહ્યાં છે. આજની પેઢીને શ્રવણ બનાવો એજ સાચો ધર્મ છે. સંઘમાં સવારે પ્રતિક્રમણ, આરાધના અને રાતે ભાવનાના કાર્યક્રમો યોજાયા હતા.

ગુરુવારે ત્રિકમનગર જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનજીનું પ્રવચન યોજાયું

X
‘મા-બાપના નિસાસા સુખોને સળગાવી નાખે’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App