Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » 14મીએ પાલિકા, વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અઠવાલાઇન્સમાં ‘યાદ કરો કુરબાની’ કાર્યક્રમ

14મીએ પાલિકા, વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અઠવાલાઇન્સમાં ‘યાદ કરો કુરબાની’ કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:10 AM

સુરત : રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટે 2018ની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી...

  • 14મીએ પાલિકા, વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અઠવાલાઇન્સમાં ‘યાદ કરો કુરબાની’ કાર્યક્રમ
    સુરત : રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટે 2018ની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ, સુરતના સંયુક્ત ઉપક્રમે ત્રિરંગા યાત્રા ‘યાદ કરો કુરબાની’ કાર્યક્રમ અંતર્ગત ત્રિરંગા સાથેની બાઇકરોની યાત્રા તેમજ ‘યાદ કરો કુરબાની’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 14-8-2018ના રોજ સાંજે 5 કલાકે ત્રિરંગા યાત્રા ઉધના મગદલ્લા રોડ બ્રેડ લાઇનર સર્કલથી નીકળી સાંજે 6.30 કલાકે પોલીસ કોમ્યુનિટી હોલ, પોલીસ હેડકવાર્ટસ, અઠવાલાઇન્સ ખાતે સમાપન થશે. મેયર, સાંસદ, ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના પદાઅધિકારીઓ ઉધના મગદલ્લા રોડ બ્રેડ લાઇનર સર્કલ ખાતેથી પોલીસ જવાનો, શાળ‌ા કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનોના ત્રિરંગા સાથે બાઇકરોને સાંજે 5 કલાકે ફ્લેગ ઓફ અપાશે. જે ત્રિરંગા યાત્રાનું સાંજે 6.30 કલાકે પોલીસ કોમ્યુનિટી હોલ, પોલીસ હેડક્વાર્ટસ, અઠવાલાઇન્સ ખાતે સમાપન થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending