• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પ્રભુભક્તિ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે ઃ આચાર્ય કીર્તીયશસૂરિ મહારાજ

પ્રભુભક્તિ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે ઃ આચાર્ય કીર્તીયશસૂરિ મહારાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોને પાંચ વર્ષની ઉંમર સુધી શાળાથી દુર રાખો. તેને શાળાની નહીં મા-બાપની જરૂર છે. આજે તો બાળક બે કલાક પ્લેગ્રુપમાં જાય એટલે માતા જાન છુટ્યાનો હાશકારો કરે છે. ઘોડિયાઘરમાં જતાં બાળકો જ મા-બાપને ઘરડાઘર બતાવે છે. આચાર્ય કિર્તીયશસૂરિ મહારાજે આ શબ્દો પાર્લેપોઈન્ટ જૈન સંઘમાં કહ્યાં હતા.

પાર્લેપોઈન્ટ જૈન સંઘમાં આચાર્ય કિર્તીયશસૂરિ મહારાજની નિશ્રામાં રવિવારીય શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારતીય જીવન પદ્ધતિ સંપૂર્ણ છે, પરંતુ વિદેશી શિક્ષણની લહાયમાં મા-બાપ આજે બાળકનું સત્યાનાશ વાળી રહ્યાં છે. પાંચ વર્ષ સુધીનો બાળક મા-બાપ કે દાદા-દાદી પાસે ઉછરે તો તેનો વિકાસ ખુબ સારો થાય છે. આથી જ પહેલાના જમાનામાં બાળકોને છ વર્ષે શિક્ષણ માટે મોકલાતા હતા. આજે તો બાળકેન બુદ્ધિશાળી બતાવવા માટે ત્રાસ ગુજારાય છે.

બાળક કરતા પુસ્તકો વધુ હોય છે. આવા ભારવાળા ભણતરથી બાળક પાસે શું અપેક્ષા રાખવી તે કહેવું મુશ્કેલ છે. એટલે જ આજનો બાળક ચિડીયો અને સ્વાર્થી બની રહ્યો છે. નાનપણથી મોબાઈલ સાથે રમવામાં બાળપણ ખોઈ રહ્યો છે. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે માતા મહાપુરૂષોના જીવનચરિત્રનું અધ્યયન કરે તો ગર્ભમાં જ સંસ્કારોનું સિંચન થાય છે. તમે ફક્ત એટલું યાદ રાખો કે પરિવાર, સમાજ અને દેશનું ભાવિ આ બાળક જ છે. સદવિચાર અને સંસ્કારનો વારસો તેણે જ સાચવવાનો છે.

અન્ય સમાચારો પણ છે...