કોલેજે રાસ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું

સુરત : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને મહાનગરપાલિકાના સંયુક્ત...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:10 AM
કોલેજે રાસ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું
સુરત : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ-2018 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિભિન્ન કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સની 12 વિદ્યાર્થિનીઓના ગ્રુપે રાસ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સુરતના ભૂતપૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા, જિલ્લા રમતગમત અધિકારી દિનેશ એસ. કદમ અને કોર્પોરેટર રશીલાબહેન પાનસુરીયાના હસ્તક વિજેતા વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં. કોલેજનું ગૌરવ વધારવા બદલ કોલેજના આચાર્યા ડો. અભિલાષા અગરવાલ, સમગ્ર કોલેજના સ્ટાફ તથા મેનેજમેન્ટના સભ્યોએ વિજેતા વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

X
કોલેજે રાસ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App