15મીએ કતારગામ ઝોનમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ચોમાસાની ઋતુ દરમ્યાન રોગચાળો થવાની શક્યતા વધું છે. જેથી શહેરીજનોને આરોગ્ય જળવાઇ રહે તે હેતુસર પાલિકા દર વર્ષે જુદા જુદા ઝોન વિસ્તારમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. જે અંતર્ગત આગામી 15 ઓગસ્ટના રોજ કતારગામ કાંસાનગર જળક્રાંતિ મેદાન ખાતે મેડિકલ કેમ્પ યોજાનાર છે. જેમાં સ્મીમેરના બાળરોગ, સ્ત્રીરોગ, આંખ, ચામડીનાં રોગના નિષ્ણાંત, ફિઝિશીયન તથા સર્જન દ્વારા દર્દીઓનું નિદાન કરાશે તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને વધુ સારવાર માટે સ્મીમેર, મસ્કતિ અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાશે.

અન્ય સમાચારો પણ છે...