સિટી ઇવેન્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીસ્કૂલમાં ગ્લોબલ ગુજરાતી માધ્યમ શરૂ કરાવવા માંગતા સંચાલકો માટે એક ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ‘ગ્લોબલ ગુજરાતી માધ્યમ’ અને ‘ગુજરાતી બાળકો માટેનું આદર્શ માધ્યમ’ વિષય પર DEO યુ.એન.રાઠોડ અને બાળમનોતજજ્ઞ ડો.રઇશ મનીઆર વાત કરશે. કાર્યક્રમનું આયોજન 11મીએ બપોરે 02.00 કલાકે સંસ્કાર ભારતી સ્કૂલના ઓડિટોરીયમમાં યોજાશે, જેમાં રસ ધરાવનાર શાળાના આચાર્યા, ટ્રસ્ટીઓ અને શિક્ષકો જોડાઇ શકે છે. કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ડીઇઓ કચેરીનો સંપર્ક કરી શકાશે. સુરત ગુજરાતી મીડિયમની આઠ શાળાઓ જેવી કે ભૂલકાભવન, ભૂલકાવિહાર, જીવનભારતી, વનિતાવિશ્રામ, સંસ્કારભારતીમાં ગયા વર્ષથી ગ્લોબલ ગુજરાતી માધ્યમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ત્રીજા અને ચોથા ધોરણ પછી ગણિત અને વિજ્ઞાન વિષયોને અંગ્રેજી માધ્યમનો ઉપયોગ કરીને અભ્યાસ કરાવવામાં આવે છે. ટ્રાન્ઝીશનલ મેથડ માટે જીસીઇઆરટીએ શહેરની આઠ શાળાઓને મંજુરી આપી છે. સાથે માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી સ્કૂલના ગ્લોબલ માધ્યમના વર્ગોના બે વિષયોની 10 ધોરણની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં લેવાની પણ મંજુરી આપી છે. ગ્લોબલ મીડિયમને એક વર્ષ સમાપ્ત થતાં થર્ડ પાર્ટી દ્વારા ઇવેલ્યુશન કરાવી હતી. સુરત ડીઈઓ કચેરી તરફથી સુરતની જે શાળાઓ એક કે વધુ ક્લાસમાં ગ્લોબલ માધ્યમ અપનાવવા માંગતી હોય, એમની માટેની તૈયારી અને કમિટમેંટની ચકાસણી કરીને ડીઈઓ તરફથી મંજૂરી આપવામાં આવશે. માટે ડીઇઓ કચેરી દ્વારા નોટીફિકેશન પણ જાહેર કરાયુ છે.

ગ્લોબલ ગુજરાતી માધ્યમ પર ઓરિએન્ટેશન યોજાશે

Education Update

અન્ય સમાચારો પણ છે...