• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • થાઇલેન્ડમાં શોક પાળવા 1 વર્ષ કાળા કપડાં પહેરાય છે

થાઇલેન્ડમાં શોક પાળવા 1 વર્ષ કાળા કપડાં પહેરાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગો ગ્લોબલ ઇવેન્ટમાં સ્ટુડન્ટ્સે ગેટ ટુ ગેધર દ્વારા સેલિબ્રેશન કર્યું હતું.

થાઈલેન્ડ | થાઈલેન્ડનાસ્ટોલ પર બ્લેક કલરનું કબરવી ડિજીટલ પ્રિન્ટવાળું બ્લેક ટી-શર્ટ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. થાઈલેન્ડના કીંગ કુનિયનનું વર્ષે મૃત્યુ થઈ જવાથી થાઈલેન્ડના લોકો એમની યાદમાં એક વર્ષ સુધી બ્લેક કપડા પહેરશે અને બ્લેક ટી-શર્ટમાં ડિજીટલ પ્રિન્ટમાં કીંગની કબર, કીંગનો પેલેસ અને કિંગનો ફોટો પ્રિન્ટ કરવામાં આવશે અને કીંગને આદર આપવામાં આવશે.

ચીન| ચીનનાસ્ટોલ પર ‘લોકમા’ નામની ફુડ આઈટમ પ્રદર્શિત કરવામાં આવી હતી. જે ડ્રાય વેજીટેબલ્સ, પાન, ચિલી, ચાઈનીઝ સોસ અને મીઠામાંથી બનાવવામાં આવે છે. લોકમાને ભાત અને શાકમાં મિક્સ કરીને ખાઈ શકાય છે. જે ચાઈનાની પ્રખ્યાત ફુડ આઈટમ છે.

ઈજીપ્ત| ઈજીપ્તનાસ્ટોલ પર ઈજીપ્તનું પેઈન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જે ઈકોફ્રેન્ડલી લોટસ પેપરમાંથી બનાવવામાં આવે છે, જેમાં પ્યોર લોટસનો ઉપયોગ કરીને તેના પર કેમિકલ પ્રોસેસ કરી ઈકોફ્રેન્ડલી પેપર બનાવવામાં આવે છે, તેના પર ઈંક કલરની મદદથી ઈજીપ્તના પેલેસ પેઈન્ટ કરવામાં આવે છે.

ઈથોપિયા| ઈથોપિયાદેશના સ્ટોલ પર ત્યાંની પ્રખ્યાત વાનગી ઈન્જરા પ્રદર્શિત કરવામાં આવી હતી.જે ટેફ નામના ઘઉં માંથી બનાવવામાં આવે છે. જેમાં ઘઉનો લોટ બાંધીને તેને વણીને 3 દિવસ સુધી પ્રિઝવ કરવામાં આવે છે. તેને તળીને અથવા શેકીને ખાઈ શકાય છે.

અફઘાનિસ્તાન| અફઘાનનાસ્ટુડન્ટ્સે હેન્ડમેડ મટિરિયલમાંથી બનાવેલા અફઘાનિ કુર્તા પ્રદર્શિત કર્યાં હતાં. જે વેલવેટ, બગીચા અને કોટન મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને તેના પર ગુલદુઝી વર્ક કરવામાં આવે છે.

સુરતના વિદ્યાર્થીઓ વિવિધ દેશોની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી શકે માટે AIESEC સ્ટુડન્ટ યુનિયન દ્વારા વનિતા વિશ્રામ ખાતે ‘ગો ગ્લોબલ 2017’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં સાત દેશો ચીન, થાઈલેન્ડ, ઈજીપ્ત, ઈથોપિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને બોટ્સવાનના સ્ટુડન્ટ્સે એમની સંસ્કૃતિ રજૂ કરી હતી.

ગ્લોબલ ફૂડ | સ્ટુડન્ટ્સે ચીનની લોકમા, ઇથોપિયાની ઇન્જરા વાનગી ગો ગ્લોબલ ઇવેન્ટમાં રજૂ કરી

અન્ય સમાચારો પણ છે...