તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કુર્તા, જીન્સ, ટ્રાઉઝર લુક સાથે ડિઝાઇનર રેઇનકોટ બન્યા

કુર્તા, જીન્સ, ટ્રાઉઝર લુક સાથે ડિઝાઇનર રેઇનકોટ બન્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસામાં સુરતના વાતાવરણમાં હ્યુમિડીટીની માત્રા વધારે હોવાથી બફારો થવાથી ગરમી થાય છે પ્રકારના ડિઝાઈનર રેઈનકોટનો આઉટરબેઝ પોલિએસ્ટરમાંથી બનતો હોવાથી તેમાં પાણી પ્રવેશી શકતું નથી પણ તેના ઈનસાઈડ બેઝ કોટન હોવાથી તે પરસેવો સોશી લે છે. આથી તેમાં ચોમાસામાં બફારાનો અનુભુવ થતો નથી.

સિટી રિપોર્ટર | સુરત

વરસાદપડે ત્યારે રેઇનકોટ પહેરવાની મજા આવતી નથી કારણ કે-રેઇનકોટ ગારમેન્ટ્સને ઢાંકી દે છે અને એટલે ફેશન કરી શકાતી નથી. આઇ.ડી.ટીનાં સ્ટુડન્ટ્સે રેઇનકોટ તૈયાર કર્યા છે, જે ટ્રાન્સપરન્ટ છે. રેઇનકોટને જુદા જુદા વેરિએશન સાથે વેસ્ટર્ન અને કેઝ્યુઅલ લુક અપાયો છે. ફેશન એક્સપર્ટ નૈનેષ તારા કહે છે કે-આ રેઇનકોટમાં ફેશન સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે નહીં અને વરસાદમાં ટ્રેન્ડી અને હોટ લુક આપશે.

ડિઝાઈનર રેઈનકોટ બનાવવા માટે સોફ્ટ લેમિનેટેડ કોટનનો ઉપયોગ કરાયો છે, મોનસુનમાં ફ્લાવર પ્રિન્ટ અને પોલકા પ્રિન્ટ ટ્રેન્ડી લુક આપતા હોવાથી પ્રકારના લાઈટ કલરના કોટન પર પોલિએસ્ટરનું લેમિનેશન કરી તેને સ્ટીચ કરીને ડિઝાઈનર રેઈનકોટ બનાવાયો. જેમાં મિલિટ્રી પ્રિન્ટ, મેઘ-ધનુષ પ્રિન્ટ, ફ્લાવર પ્રિન્ટ અને એથેનિક પ્રિન્ટ જેવી વિવિધ ડિઝાઈનનો ઉપયોગ કરાયો. સાથે રેઈનકોટને સિમ્પલ રેઈનકોટનો લુક આપવાની જગ્યાએ તેને ટ્રાઉઝર, જીન્સ, ર્સ્કટ, ટોપ અને કુર્તાના લુક આપવામાં આવ્યા હતા અને તેના પર બટન, હુક, ચેઈન અને વિવિધ સ્ટોન તેમજ પર્લના વેરીએશન આપવામાં આવ્યા હતા. જેથી ચોમાસામાં કેઝ્યુઅલ અને વેર્સ્ટન વેરની જગ્યાએ પ્રકારના ડિઝાઈનર રેઈનકોટ પહેરી શકાય છે, જે ચોમાસામાં ભીના થતા નથી.

Designer Raincoat

અન્ય સમાચારો પણ છે...