તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્ટોરી ટેલિંગ સ્પર્ધા માટે 18મી સુધી અપ્લાય થશે

સ્ટોરી ટેલિંગ સ્પર્ધા માટે 18મી સુધી અપ્લાય થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિનિસ્ટ્રીઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ દ્વારા ‘સ્ટોરી ટેલિંગ’ પર કોન્ટેસ્ટ શરૂ કરાઇ છે. જેમાં 18 જુલાઈ સુધી એપ્લિકેશન કરી શકાય છે. કોન્ટેસ્ટનું નામ ‘થેંક યુ પાપા’ રાખવામાં આવ્યું છે. કોન્ટેસ્ટ અંતર્ગત ‘બેટી બચાઓ’, ‘બેટી પઢાઓ’ મૂવમેન્ટના સપોર્ટમાં એવા પિતા કે જેમણે પોતાની પુત્રીના એજ્યુકેશન માટે સપોર્ટ કર્યો હોય અને મર્યાદાઓથી બહાર જઈને તેને આગળ વધારી હોય તે વિષય પર 300 શબ્દોમાં પોતાનું લખાણ કે નિબંધ લખવાનો રહેશે. ત્યારબાદ પીડીએફ ફોર્મેટમાં ફાઈનલ અપલોડ કરવાની રહેશે. તેની સાથે બે મિનિટના વિઝ્યુયલ યૂ-ટ્યૂબ પર અપલોડ કરીને તેની લિંક પોર્ટલ પર આપવાની રહેશે. www.mygov.in/task/thankyoupapa-story-telling-contest લિંક પર જઈને તેની માટે રજિસ્ટર કરાવી શકો છો. બાળકની બાયોલોજિકલ જરૂરિયાત 1 વર્ષ સુધી મધર પૂરી કરી શકે છે પછી તો પિતાની જવાબદારી પણ એટલી છે. દિકરો હોય કે દિકરી અને મા હોય કે બાપ આપણે સમાનતા સાથે આગળ વધીશું તો ભારત ચોક્કસ આગળ આવશે જ. પ્રકારની કોન્ટેસ્ટમાં એવી છોકરીઓ કે જેમની લાઈફમાં પિતાનું અનન્ય યોગદાન છે તેવી અસામાન્ય સ્ટોરી બહાર આવશે. સમાજમાં આપણને એવી અનેક દિકરીઓ જોવા મળે છે જેઓ બાળપણમાં ‘મા’ વિનાની થઈ ગઈ હોય અને પછી પિતાએ પેટે પાટા બાંધીને તેને ભણાવી હોય.

‘થેંક યુ પાપા’ પર સ્ટોરી ટેલિંગ સ્પર્ધાનું આયોજન યોજાશે

અન્ય સમાચારો પણ છે...