તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

18મી સુધી ચાલશે, સુરતનાં 250 શુટર્સે ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતભરનાં રાઇફલ શુટર્સ ચેમ્પિયનશીપમાં આવ્યા છે

સિટી રિપોર્ટર | સુરત

ગુજરાતસ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા યુનિવર્સિટીનાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઓલમ્પિક કક્ષાની ઓપન એર રાઇફલ પિસ્તોલ શુટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્પિયનશીપ 18મી તારીખ સુધી ચાલશે. જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભાવનગર, રાજરોટમાંથી 400થી વધારે રાજ્ય અને નેશનલ લેવલના મેડલિસ્ટ, અને દિગ્ગજ શુટર્સ ભાગ લેશે, જેમાં સુરતમાંથી 250થી વધારે શુટર્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં સુરતના શાળા કક્ષાના યુવકો, કોલેજ સ્ટુડન્ટ, પોલિસ વિભાગના યંગસ્ટર્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓના મેમ્બર્સ ભાગ લઈ શકશે, જેમાં નેશનલ લેવલના કેટલાક શુર્ટસ પણ ભાગ લેશે. તમામ સ્પર્ધકોને પાંચ હજારથી અઢી લાખની કિંમત સુધીની રાઈફલ આપવામાં આવશે. ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશનના સુરતના મુખ્ય પ્રતિનિધિ શ્યામાઆદિત્ય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આવનાર સમયમાં ઉચ્ચ કક્ષાના ઓલમ્પિક ક્વોલિટીની સગવડો ઘરાવતી શુટીંગ રેન્જ સુરતને ભેટ આપીશું.

એર રાઇફલ શુટિંગ ચેમ્પિયન શીપ શરૂ, 400 શુટર્સે ભાગ લીધો

Shooter\\\'s Game

અન્ય સમાચારો પણ છે...