• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જુનિયર બાસ્કેટબોલમાં ગજેરા સ્કૂલની ટીમ ચેમ્પિયન બની

જુનિયર બાસ્કેટબોલમાં ગજેરા સ્કૂલની ટીમ ચેમ્પિયન બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુનિયર બાસ્કેટબોલમાં ગજેરા સ્કૂલની ટીમ ચેમ્પિયન બની

સુરત | સુરતજીલ્લા રમતગમત અધિકારી દ્વારા જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. મજુરાગેટ કોચિંગ સેન્ટર ખાતે યોજાયેલી સ્પર્ધામાં બોયઝ કેટેગરીમાં ગજેરા સ્કૂલની ટીમ અને ગર્લ્સમાં DPSની ટીમ વિજેતા બની હતી. બોયઝ કેટેગરીની સેમી-ફાઇનલમાં ગજેરાની ટીમે DPS સામે 20-19થી વિજય મેળવ્યો હતો જ્યારે બીજી સેમી-ફાઇનલમાં S.D.જૈનની ટીમે સેન્ટ ઝેવિયર્સની ટીમ સામે 21-17થી વિજય મેળવ્યો હતો. ફાઇનલમાં ગજેરાની ટીમે S.D.જૈનની ટીમને 28-17થી હરાવી ચેમ્પિયનશીપ ટ્રોફી મેળવી હતી. ગર્લ્સની પ્રથમ સેમી-ફાઇનલમાં S.D.જૈનની ટીમે વનિતા વિશ્રામની ટીમને 8-2થી હરાવી હતી. જ્યારે બીજી સેમી-ફાઇનલમાં DPSની ટીમે ગજેરાની ટીમને 18-6થી હરાવી હતી. ફાઇનલમાં DPSની ટીમે ગજેરાની ટીમને 20-13થી હરાવી વિજેતા બની હતી.

basket Ball

અન્ય સમાચારો પણ છે...