TTની ફાઇનલમાં હરમિત શરથ કમલ સાથે મેચ રમશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભારતની21 સંસ્થાઓના ટોચના ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચે ઓલ ઇન્ડિયા ઇન્ટર ઇન્સ્ટિટ્યુશનલ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં સુરતના હરમિત દેસાઇએ સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. દિલ્હી ખાતે રમાઇ રહેલી સ્પર્ધામાં 223 સ્પર્ધકો ભાગ લઇ રહ્યાં છે. બોયઝ વિભાગની ટેબલ ટેનિસ સિંગલ્સ સ્પર્ધામાં હરમિતે મોહિત વર્માને 4-0થી, સુસ્મિત શ્રીરામને 4-1થી, રવિન્દ્ર કોટિયાનને 4-0 અને અનિલ શેટ્ટીને 4-0થી હરાવ્યા હતાં. સિંગલ્સ સ્પર્ધા પૂર્વે હરમિતે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરમિત હાલ ભારતભરમાં સિંગલ્સ ક્ષેત્રે બીજો ક્રમ અને વિશ્વસ્તરે 78મો ક્રમ ધરાવે છે. જો કે આવનારા દિવસોમાં હરમિતની સેમી-ફાઇનલ વિશ્વમાં 35મો ક્રમ ધરાવતા શરથ કમલ સાથે રમશે.

ઇન્ટર ઇન્સ્ટિટ્યુશનલ TTમાં હરમિત 4-0થી જીત્યો, હવે સેમિફાઇનલમાં

table tennis

અન્ય સમાચારો પણ છે...