• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને સુરક્ષા આપવી પડે તેવા

સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને સુરક્ષા આપવી પડે તેવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલ ખાતે ગાર્ડમાં નિવૃત આર્મીમેને પણ હતા. ટીમ હોસ્પિટલમાં આવતા સ્ટાફે રાહત અનુભવી હતી. જો કે, બાદમાં એજન્સી નફો કમાવાની લ્હાઇમાં અનટ્રેન્ડ જવાનોની ભરતી કરવા લાગી. હાલમાં 70થી વધુ ગાર્ડ છે. પરંતુ તેમાંથી મોટાભાગના દેખાવે ગરીબડા લાગે છે. તો વળી, અમુક એવા લોકોને ગાર્ડ બનાવીને દેવાયા છે કે તેને સુરક્ષા આપવી પડે. જો કોઇ ઝઘડો થાય તો તેઓ મુકપ્રેક્ષક બની રહે છે. ડોક્ટરો અને સ્ટાફના રક્ષણ માટે મૂકવામાં આવેલી સિક્યુરિટીના જવાનો ઢીલા પોચા હોવાના કારણે દર્દીના સગાઓ હોબાળો કરીને હુમલો કરવાના અનેક બનાવ બન્યા છે. ત્યારે હાલમાં ડો.ધવલે આત્મહત્યા કરી લેવાના કિસ્સામાં તેના સગાઓએ સુપરિન્ટેન્ડેન્ટ ડો.વાડેલ અને એચઓડી ડો.વર્મા પર પણ હુમલો કર્યો હતો.

રેસિડન્ટ ડોકટર પર હુમલાઓ થવા લાગતા નિવાસી તબીબોએ પોતાની સલામતીની માંગ સાથે હડતાળ પાડી હતી. ભારે હંગામાં બાદ સરકારે હોસ્પિટલમાં એજન્સીએ મુકેલા ગાર્ડમાં કેટલાકની હાલત જોતાં સ્ટાફે તેમની રક્ષા કરવી પડે તેવું લાગી રહ્યું છે. વેલ ટ્રેઈન્ડ ગાર્ડની ભરતી કરવાને બદલે શક્તિ એજન્સીને એક આમ કોન્ટ્રાકટ આપી દેવાયો હતો. પ્રથમ ચરણમાં એજન્સીએ વીસ જેટલા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા હતા.

ટ્રેઈન્ડ સ્ટાફ મૂકવા નોટિસ આપી છે

^હોસ્પિટલમાં મૂકવામાં આવેલા સિક્યુિરટી ગાર્ડ ટ્રેઇન થયેલા અને નિયમ મુજબની વયમર્યાદાવાળા હોવા જોઇએ. બાબતે અમે એજન્સીને પણ નોિટસ આપી છે. ઉપરાંત આગળ કામગીરી કરવા બાબતે ગાંધીનગરની ઓથોરિટીને પણ જાણ કરવામાં આવી છે. > ડો.મહેશવાડેલ , સુપરિન્ટેન્ડેન્ટ,સિવિલ હોસ્પિટલ

બાઉન્સર રાખવાની ફરજ કેમ પડી?

શક્તિસિક્યુરીટી એજન્સીએ સિવિલમાં મૂકેલા ગાર્ડ દર્દીના સગા-સબંધી જો હોબાળો મચાવે કે હુમલો કરે તો ભાગી જતા હોવાની ફરિયાદ થઈ હતી, જેથી રાત્રે કેઝ્યુલિટી વિભાગમાં ખાસ બાઉન્સરને ગોઠવી દેવામાં આવે છે.

િનયમોતો છે પણ કોઈ પાળતું નથી

એજન્સીનેસિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ આપતી વખતે સરકારે કેટલાક નિયમો નક્કી કર્યા છે. જેમાં નિમણૂંક કરવામાં આવેલા ગાર્ડને લોકો સાથે કેવી રીતે વર્તાવ કરવો તથા હોસ્પિટલના કર્મચારી પર હુમલો થાય તો શુ કરવાનું, વગેરે ટ્રેનિંગ લીધેલી હોવી જોઇએ. સશક્ત હોવા જોઇએ અને 50 વર્ષથી મોટી ઉમરના હોવા જોઇએ. જોકે, અંગે સ્થાનિક સુપરવાઈઝરો કહે છે કે, અમને અમદાવાદથી સ્થાનિકોની ભરતી કરી લેવા સૂચના અપાય છે જેથી, અમે યુવાનોની ભરતી કરી લઈએ છીએ.

15 હજાર લઈ ગાર્ડને 8 હજાર અપાય છે

સિક્યુરિટીએજન્સીઓ દ્વારા યુવકની ફિટનેસ જોવાને બદલે ઓછા પગારે નોકરી કરે એવા ગરજાઉ યુવાનોની ભરતી કરવામાં આવે છે. યુવાનોને માસિક 8 હજાર પગાર આપવામાં આવે છે. પગારમાં બાર કલાક ખડે પગે નોકરી કરવી પડે છે. જ્યારે એજન્સીઓને એક સિક્યુરીટી ગાર્ડના અંદાજે પંદર હજાર જેટલા રૂપિયા સરકાર ચુકવી રહી છે.

તબીબો પરના હુમલા રોકવા દેખાડા ખાતર અનફિટ યુવકો-વૃદ્ધોને વર્દી પહેરાવી ઠઠાડી દેવાયા બબાલ વખતે શેર માંસ નહીં ધરાવતા આવા સુકલકડી ગાર્ડ છોડાવવાની પણ હિંમત કરતા નથી

શોભાના ગાંઠિયા | ગાર્ડ હોવા છતાં સુપરિન્ટેન્ડન્ટ પર હુમલો થયો ને બાઉન્સર રાખવા પડ્યા

અન્ય સમાચારો પણ છે...