તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

29મીએ કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્ટિવિટીમાં ભાગ લઇ ડાયરાના પાસ જીતી શકાશે

સિટી રિપોર્ટર | સુરત

94.3 માયએફએમ થોડા સમયમાં સુરત શહેરમાં 10 વર્ષ પુરા કરશે, જેની ઉજવણીના ભાગરૂપે કીર્તિદાન ગઢવીનો ડાયરો ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે, જેના પાસ જીતાડવા માટે માયએફએમની ટીમ સુરતના વિવિધ વિસ્તારો અને કોર્પોરેટ્સ ઓફિસમાં જઇ રહી છે. સાથે માયઆરજે પ્રતિક્ષા અને મિહિર દ્વારા સ્વસ્છ ભારતનો સંદેશો આપવામાં આવે છે. સુકો કચરો, ભીનો કચરો અલગ રાખો તેની પહેલ પણ કરવામાં આવે છે. સાથે વિવિધ ગેમ્સ રમી માયએફએમની ટીમ દ્વારા સુરતીઓને 29મીએ યોજાનાર જલસારથના પાસ આપવામાં આવે છે. ગઇ કાલે સિટી લાઇટ ખાતે આવેલા સુરમ્ય એપાર્ટમેન્ટમાં માયએફએમની ટીમે મુલાકાત લીધી હતી અને સુરતીઓ સાથે મનભરીને જલસા કર્યાં હતાં. એક્ટિવિટીમાં મેગા સિટી, વિજય ડેરી, કલામંદિર જ્વેલર્સ, સિલિકોન હ્યુન્ડાઇ, ધનહર મસાલા, બ્યુટી એન્ડ કર્વ્સ, સ્પેકટરા ઈમિગ્રેશન, કે.એ.ફિનસેક,વિમલ ઈલાયચી , વું હું સ્ક્રીન, ઓરીએંતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કોકોનટ ટેલેન્ટનો સહયોગ રહેલો છે. જલસારથના પાસ જીતવા સાંભળતા રહો 94.3 માય એફએમ..!

અન્ય સમાચારો પણ છે...