તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્ટુડન્ટ્સે ડિજીટલ ફ્યુલ ઈન્ડિકેટર ડિવાઇઝ બનાવ્યું

સ્ટુડન્ટ્સે ડિજીટલ ફ્યુલ ઈન્ડિકેટર ડિવાઇઝ બનાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિજીટલ ફ્યુલ ઈન્ડિકેટર ડિવાઈઝમાં ‘આર્ડીનો સર્કીટ’ ફીટ કરવામાં આવે છે અને ફ્લો મીટર સાથે એક ડિજીટલ મિટર એટેચ કરવામાં આવે છે. સર્કીટ ફ્લો મિટરની સાથે જોઈન્ટ કરેલી હોય છે, જે એનાલોગનું ડિજીટલમાં રુપાંતર કરે છે અને ગાડીની આગળ જોઈન્ટ કરેલા ડિજીટલ મિટરમાં ગાડીમાં કેટલા લિટર પેટ્રોલ પુરવામાં આવ્યું છે તે લીટરના ફોર્મમાં ફિક્સ આંકડામાં દર્શાવે છે. પ્રો.મયુર ગોહીલે જણાવ્યું હતું કે મોટા ભાગે ગાડીમાં પેટ્રોલ લિટરના ફોર્મમાં દર્શાવવામાં આવતું નથી, આથી ચોરી થવાની સંભાવના રહે છે, પણ સાધનની મદદથી પેટ્રોલની ચોરી થતી અટકાવી શકાય છે.

સિટી રિપોર્ટર | સુરત

પેટ્રોલપંપ પર થતી પેટ્રોલની ચોરી અટકાવવા માટે સુરતની સાસિત કોલેજના મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓ મિલન ડંકારા, મિલન ચાભડીયા, મોલિન લાઠીયા, રાહુલ કીંકાણીએ પ્રોફેસર મયુર ગોહીલના માર્ગદર્શન હેઠળ ‘ડિજીટલ ફ્યુલ ઈન્ડીકેટર‘ નામનું મશીન બનાવ્યું છે. મશીનથી પેટ્રોલ પંપ પર થતાં ફ્રોડને અટકાવી શકાય છે. જેટલા લિટર પેટ્રોપ પુરાવવાનું હોય તેનો આંકડો મશીનના મીટરમાં જોઇ શકાય છે. જેની મદદથી પેટ્રોલ અને ડિઝલની ફિક્સ માત્રા જાણી શકાય છે.

Innovative Idea

અન્ય સમાચારો પણ છે...