તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નાટ્ય સ્પર્ધા માટે શહેરમાં નવી 10 સંસ્થા બની, કુલ 21 ફોર્મ ભરાયા

નાટ્ય સ્પર્ધા માટે શહેરમાં નવી 10 સંસ્થા બની, કુલ 21 ફોર્મ ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાટ્ય સ્પર્ધામાં રાષ્ટ્રીય કલા કેન્દ્રનું ‘બંધ હોઠોની વાત’, બી.આર પ્રોડક્શનનું ‘જીવવું તો જલસાથી’, અભિનવ સંસ્થાનું ‘ખેલ ખેલમાં અગન ખેલ’, પરમ સંસ્થાનું ‘મસ્તરામ’, સેન્ટ્રલ એકેડમી ઓફ આર્ટસનું ‘એક ઔર દુર્ઘટના’, દિપ આર્ટસનું ‘ચાલ..!ω’, લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ સંસ્થાનું ‘નેતા અભિનેતા’, ફોરમ આર્ટસનું ‘અનન્યા’, આશિયાના પરિવારનું ‘થીયરી’, રંગકર્મી સંસ્થાનું ‘કાળ ચક્ર’, એક્ષપ્રેશન ગ્રુપનું ‘બલી અને શંભુ’, ખયાલ થિએટરનું ‘એ નથી’, અભિગમ થીએટરનું ‘ગાશા’, મલયમ ગ્રુપ આર્ટ થિએટરનું ‘ચિતરેલા મોરલાનો ટહુકો’, રાજ થીએટરનું ‘મૌસમ મસ્તીખોર’, સીલ્યુએટ થીએટર્સનું સાત સમંદર સહુની અંદર, પી.પી.એન્ડ ગ્રુપનું ‘બુલેટ પ્રુફ’, બેકસ્ટેજ પ્રોડકશનનું, ઓનલાઈન છું કારણ કે આઉટ લાઈન છું.

હવે પાલિકાનાં સાંસ્કૃતિક વિભાગમાં સંસ્થાઓ વચ્ચે મિટીંગ યોજાશે અને એમાં સ્ક્રૂટિનીની તારીખ નક્કી કરવામાં આવશે. વર્ષે નાટ્ય સ્પર્ધા સપ્ટેમ્બર મહિનામાં યોજાશે, જેમાં સ્ક્રુટિનીમાં પાસ થયેલા નાટકોને ભજવણીનો ચાન્સ મળશે.

પાલિકાએ સંસ્થાઓ માટે એક એનાઉન્સમેન્ટ કર્યું હતું કે, જે સંસ્થાઓ ફોર્મની બધી વિગતો એટલે કે કલાકાર, દિગ્દશર્ક સહિત-નાટકનું નામ અને સ્ક્રીપ્ટ પણ આપે-એ સંસ્થાને સ્પર્ધાનાં છેલ્લા દિવસે નાટક ભજવવાનો મોકો અપાશે. વર્ષે મોટાભાગની સંસ્થાઓએ ફોર્મ પુરાં ભર્યા.

સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષે 44મી નાટ્ય સ્પર્ધા સપ્ટેમ્બરમાં યોજાશે. શુક્રવારે સ્પર્ધાનાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. વર્ષે 21 નાટ્ય સંસ્થાઓએ ફોર્મ ભર્યા છે. જેમાં 10 નવી સંસ્થાઓ છે.

Drama Comp.

અન્ય સમાચારો પણ છે...