તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વડીલોએ કહ્યુું ચિત્રકામની સ્કૂલમાં જશે તો બધાં હસશે, 300 પેઇન્ટિંગ્સ દોરી રૂચિતે પ્રદર્શન રાખ્યુ

વડીલોએ કહ્યુું-ચિત્રકામની સ્કૂલમાં જશે તો બધાં હસશે, 300 પેઇન્ટિંગ્સ દોરી રૂચિતે પ્રદર્શન રાખ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી એન્કર

નાનો હતોત્યારે પેઇન્ટિંગ એટલે પેન્સિલથી ચિત્ર દોરીને એમાં રંગ પૂરવો એ. મારા મમ્મી-પપ્પા બંને ગવર્મેન્ટ સ્કુલમાં ટીચર હતા. મારા પપ્પા એમનાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે ચાર્ટ પેપરમાં આકૃતિઓ દોરતા, એમાં રંગો પૂરી-કટિંગ કરીને ક્લાસમાં લઇ જતાં. હું એમને મદદ કરતો. પછી મેં ચિત્રો દોરવાનું શરૂ કર્યું. એમણે મને પેઇન્ટર લાલસિંહ ચૌહાણ પાસે ક્લાસમાં મોકલવાનું શરૂ કર્યું. પછી હું દિવસનાં પાંચ કલાક પેઇન્ટિંગને આપવા માંડતો. બારમું ધોરણ પુરું થયું પછી વેકેશનમાં વતન ગયો ત્યારે વડીલોએ કહ્યું, તું ચિત્રકામની કોલેજમાં એડમિશન લઇશ તો લોકો અમારી હાંસી ઉડાવશે. મમ્મી-પપ્પાનાં સપોર્ટને કારણે નિર્ણય પર અડગ રહ્યો. મેં 300 પેઇન્ટિંગ બનાવ્યા છે અને 46 ટ્રોફી મેળવી છે.

હજીપણ લોકો કલાને સમજતાં નથી. થોડા દિવસ પહેલાં એક મહિલા મારું ફ્રુટ કલેક્શનનું પેઇન્ટિંગ જોવા આવી. વખાણ કર્યા-એને પેઇન્ટિંગ લેવું હતું પણ પેમેન્ટનો સમય આવ્યો ત્યારે પૈસા માટે રકઝક કરી અને છેલ્લે મેં પેઇન્ટિંગ વેચવાનું માંડી વાળ્યું. મારા પેઇન્ટિંગને હું ચહેરો આપતો નથી. એમાં માત્ર ભાવ દર્શાવું છું.

સિટી રિપોર્ટર | સુરત

બારમાધોરણમાં ભણતા રૂચિત પટેલનું પેઇન્ટિંગ એક્ઝીબિશન રોટરી આર્ટ ગેલેરીમાં શરૂ થયું છે. ફાઇન આર્ટમાં એડમિશન લેશે તો અમારી હાંસી ઉડશે એવું એનાં વડીલોએ એને કહ્યું હતું-પણ પેરેન્ટ્સનાં સપોર્ટથી એક્ઝીબિશન સુધી પહોંચ્યો છે. એક્ઝીબિશનની ખાસ વાત છે કે-એમાં ચહેરા દોરાયા નથી, માત્ર ભાવથી ચહેરાને ઉપસાવવાની કોશિશ કરાઇ છે. પેઈન્ટિંગ એક્ઝિબિશન પાંચ દિવસ સુધી 4 થી 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સિટી ભાસ્કરે રૂચિત પટેલ સાથે વાત કરી હતી.

રોટરી આર્ટ ગેલેરીમાં 12મા ધોરણમાં ભણતા રૂચિત પટેલનાં ચિત્રોનું એક્ઝીબિશન શરૂ

અન્ય સમાચારો પણ છે...