તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • માગણી | ક્રેડિટ લેપ્સ શબ્દ દૂર કરવા બુધવારે કાપડ અગ્રણીઓ દિલ્હીમાં

માગણી | ક્રેડિટ લેપ્સ શબ્દ દૂર કરવા બુધવારે કાપડ અગ્રણીઓ દિલ્હીમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શુક્રવાર અને શનિવારે વીવીંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની મળેલી મિટિંગમાં ક્રેડિટ લેપ્સને દૂર કરી કેરી ફોર્વર્ડ શબ્દ પ્રયોગની માંગ સાથે બુધવારે વીવર્સ અગ્રણીઓ દિલ્હી રજૂઆતે જશે. મોટા ઉપાડે 21મી જુલાઇના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલની સમગ્ર ચેઇનને જમા રહેતું આઇટીસી રિફંડ આપવાની જાહેરાત કરી દીધી હતી.જેના થોડાક દિવસમાં જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં 31મી જુલાઇ સુધીની ક્રેડિટ લેપ્સ અને 1લી ઓગસ્ટથી નવી જનરેટ થનારી આઇટીસી ક્રેડિટ રિફંડ મળશે. જેને લઇને સમગ્ર વીવીંગ ઇન્ડસ્ટ્રીમાં ફરી ચિંતા સળવળી હતી. ચોપડે આભાસી મિલકત સર્જાશે અને રૂ.450 કરોડથી વધુની ક્રેડિટ જતી કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...