• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 12મી ઓગસ્ટે પટેલ પ્રગતિ મંડળનો આંખની તપાસનો કેમ્પ યોજાશે

12મી ઓગસ્ટે પટેલ પ્રગતિ મંડળનો આંખની તપાસનો કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ રમેશચંદ્ર ના એક યાદીમાં જણાવ્યા મુજબ તા. 12-8-2018 રવિવારે સવારે 9 કલાકે આંખ તથા કેન્સર નિદાન કેમ્પ સોંદલાખારા, ઓલપાડ ખાતે પ્રાથમિક શાળામાં રખાયું છે. જેમાં આંખના સર્જન દ્વારા આંખની તપાસ કરાશે આંખના રોગની તકલીફો જેવી કે આંખે ઝાંખ વળતી હોય, દુખતી હોય વગેરે તકલીફોનું નિદાન કરી સારવાર આપવામાં આવશે. જેમને મોતિયો, ઝામર વેલ, નાસુર જેવા ઓપરેશનની જરૂર હશે તેવા જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...